લગભગ એક સદી પૂરી કરવા તરફ આગળ વધી રહેલી કલકત્તાની પ્રખ્યાત બેકરી-કમ-ટી રૂમ ‘ફ્લરિસ’માં બ્રેકફાસ્ટ, બ્રંચ અને લાઇટ ડિનર એમ ત્રણેય માટે હેલ્ધી ઑપ્શન્સ મળી રહે છે; પણ હા, એરિયા મુજબ ભાવ પણ એટલા જ છે
પિસ્તા મૅકરન મિલ્કશેક (રૂ. 250)
હેરિટેજ વાનગી અને ખાસ કરીને બેકરી પ્રોડક્ટને મૉડર્ન ટચ સાથે ખાવા માગતા હો તો ‘ફ્લરિસ’ બેસ્ટ પ્લેસ બની રહેશે. પેસ્ટ્રી, કેક અને બ્રેડની વાનગીઓના ચાહકો માટે ફ્લરિસ નામ કદાચ ફૅમિલિયર હશે. એનું કારણ એ છે કે ફ્લરિસ કલકત્તામાં ૧૯૨૭થી હાજરી ધરાવે છે. એનું એક આઉટલેટ હવે મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવે છે ફ્લરિસની ડિઝર્ટ ડિશના અંગ્રેજો પણ ફૅન હતા. તો ચાલો આ કૅફે-કમ-રેસ્ટોરાં વિશે થોડું વધુ જાણીએ.



