એક ફૂડ-ઇન્ફ્લુઅન્સરે તાજેતરમાં થાણે ખાતે પોતાનું લીફી બૉય નામનું બર્ગર હાઉસ શરૂ કર્યું છે જ્યાં અલગ-અલગ વરાઇટી અને ફ્યુઝન સાથેનાં વેજ બર્ગર મળે છે
અહીં મળે છે પ્યૉર વેજ ગૉમે બર્ગર
આજકાલ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફૂડ-ઇન્ફ્લુઅન્સર હવે ફૂડક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા તરફ આગળ આવી રહ્યા છે. ઘણા ઇન્ફ્લુઅન્સર પોતાનાં ફૂડ-આઉટલેટ શરૂ કરી રહ્યા છે. તાજેતરમાં જ એક એવો દાખલો જોવા મળ્યો છે જેમાં એક ફૂડ-ઇન્ફ્લુઅન્સરે વેજ બર્ગર ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.
આપણે અહીં વાત કરી રહ્યા છીએ હર્ષ હેગડેની જેમણે લીફી બૉય નામક ગૉમે વેજ બર્ગર પીરસતું આઉટલેટ શરૂ કર્યું છે. હર્ષ હેગડે એક ફૂડ-ઇન્ફ્લુઅન્સર છે. ફૂડ-ઇન્ફ્લુઅન્સરમાંથી બર્ગર હાઉસ સુધીની સફરમાં કેવી રીતે આગળ આવ્યા એ વિશે તે કહે છે કે તે અને તેમના પેરન્ટ્સ ખાણીપીણીના શોખીન છે. બર્ગર તેમની પ્રિય ડિશમાંની એક છે પરંતુ તેમણે જોયું કે બર્ગરમાં વેજ વિકલ્પો ઘણા ઓછા છે. એટલે તેમણે એવાં બર્ગર લૉન્ચ કર્યાં જે માત્ર નૉનવેજ વિકલ્પમાં જ ઉપલબ્ધ રહેતાં હોય છે. સ્મૅશ્ડ વેજ બર્ગર જે નૉર્મલી નૉનવેજ વિકલ્પમાં જ મળે છે પરંતુ અહીં વેજ વિકલ્પમાં એને મૂકવામાં આવ્યું છે જેમાં બે વેજ પૅટીને સ્મૅશ કરીને ઉપર ચીઝ અને આલાપીનો સાલ્સા નાખીને આપવામાં આવે છે. આવી જ રીતે મશરૂમ અને પનીર સાથે પણ તેઓ વિવિધ બર્ગર ઑફર કરે છે. આ સિવાય અહીં દરેક બર્ગર સૅલડની સાથે પીરસવામાં આવે છે. બીજું, અહીં મોટા ભાગની વસ્તુઓ ઇન હાઉસ જ બને છે. બર્ગર ઉપરાંત કૉલીફલાવર બાઇટ્સ પણ એની યુનિક આઇટમમાં આવે છે. આ સિવાય મિલ્કશેક અને ફ્રાઇસ જેવી આઇટમ્સ પણ અહીંના મેનુમાં જોવા મળી જશે.
ક્યાં મળશે? : લીફી બૉય, હીરાનંદાની મેડોઝ, માનપાડા, થાણે (વેસ્ટ)


