Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઇટલીની આૅથેન્ટિક ફ્લૅટ બ્રેડનો અડ્ડો

ઇટલીની આૅથેન્ટિક ફ્લૅટ બ્રેડનો અડ્ડો

Published : 20 June, 2026 10:04 PM | IST | Mumbai
Darshini Vashi

નવી મુંબઈમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ-કમ-બેકરે શરૂ કરેલી ફોકાશિયા રાજા બેકરીમાં આૅથેન્ટિક અને સ્લો મેથડથી બનતી ટ્રેડિશનલ ફોકાશિયા મળે છે

મૅન્ગો ફોકાશિયા રૂ. 350 અને OG ફોકાશિયા રૂ. 450

મૅન્ગો ફોકાશિયા રૂ. 350 અને OG ફોકાશિયા રૂ. 450


બ્રેડ અને એની વાનગી કદાચ વિદેશમાં એટલી નથી ખવાતી જેટલી ભારતમાં અને ખાસ કરીને મુંબઈમાં ખવાય છે. મુંબઈગરાઓએ લગભગ દરેક પ્રકારની બ્રેડ ખાધી હશે, પરંતુ ઇટલીની ઑથેન્ટિક ફોકાશિયા બહુ ઓછી જગ્યાએ મળે છે. નવી મુંબઈમાં આવેલી એક બેકરીમાં આ ફોકાશિયા મળે છે. શું છે આ ફોકાશિયા અને એની શું ખાસિયત છે એ જાણીએ.

આગળ કહ્યું એમ નવી મુંબઈમાં એક બેકરી આવેલી છે જે બ્રેડની માત્ર ૭ પ્રોડક્ટ્સ જ બનાવે છે. જોકે એ બધી યુનિક છે, કેમ કે આ બ્રેડને તૈયાર થતાં ૪૮ કલાક લાગે છે. ઇટલીની પ્રખ્યાત અને પીત્ઝા કરતાં પણ વધુ જૂની કહેવાતી ફોકાશિયા બ્રેડ અહીં બનાવવામાં આવે છે. એને અહીં ૭ અલગ-અલગ રીતે એટલે કે વિવિધ ડિશ સ્વરૂપે સર્વ કરવામાં આવે છે જે મુંબઈ કે નવી મુંબઈમાં બીજે ક્યાંય નથી મળતી. આ બેકરીના ઓનર અને શેફનું નામ અંકિત ગુપ્તા છે. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, પરંતુ બેકિંગક્ષેત્રે રસ હોવાને લીધે તેમણે પોતાની બેકરી શરૂ કરી છે. ટ્રેડિશનલ બેકિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને તેમણે ઇટાલિયન ફોકાશિયાને અહીં રજૂ કરી છે. એ વિશે તેઓ કહે છે, ‘અહીં આવતાં પહેલાં લોકોને એમ થાય છે કે બાંદરામાં પણ આવી બ્રેડ મળી રહે છે, પરંતુ જ્યારે તેઓ એનો ટેસ્ટ કરે છે ત્યારે ખબર પડે છે કે આ તો યુરોપનો ટેસ્ટ છે. આ બ્રેડ પરંપરાગત રીતે આથો લાવીને બનાવવામાં આવે છે. એમાં કોઈ પ્રકારનાં કેમિકલ, બ્લીચિંગ, કમર્શિયલ યિસ્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. એના પર અલગ-અલગ હર્બ્સ, વેજિટેબલ, ચીઝ વગેરે ઍડ કરીને એને વિવિધ ડિશરૂપે સર્વ કરીએ છીએ. આ બ્રેડ ધીમી ગતિએ બને છે એટલે એને હું ક્વૉન્ટિટીમાં બનાવતો નથી, પ્રી-ઑર્ડરથી જ બને છે. ફોકાશિયામાં જૈન વરાઇટી પણ મળે છે. અહીં સૌથી ફેમસ અને મસ્ટ ટ્રાય કરવા જેવી ડિશમાં OG ફોકાશિયા છે જે અંદરથી ખૂબ જ સૉફ્ટ અને બહારથી ક્રિસ્પી હોય છે. બીજી છે સિસિલિયા, જે સિસિલિયન સ્ટાઇલમાં આવે છે અને ત્રીજી છે મૅન્ગો ફોકાશિયા, જેને ઇન્ડિયન ટચ સાથે બનાવવામાં આવે છે. અમારી આ બેકરીનું નામ ‘ફોકાશિયા રાજા’ છે.’



ક્યાં મળશે? : ફોકાશિયા રાજા, શૉપ-નંબર ૨, નિર્મલ સોસાયટી, પ્લૉટ ૩૭, સેક્ટર ૪૦, સીવુડ, નવી મુંબઈ


સમય : બપોરે બારથી સાંજે ૬ વાગ્યા સુધી (બુધવારથી રવિવાર)


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 10:04 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK