પૂરીને ૨–૩ મિનિટ માટે પ્રી-હીટેડ અવન અથવા ઍર-ફ્રાયરમાં હળવી ગરમ કરો. જેથી મસાલો સરસ રીતે ચોંટી જાય અને પૂરી ક્રિસ્પી રહે. સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.
પેરી-પેરી સાતપડી પૂરી
સામગ્રી : સાતપડી પૂરીના ૨૦ નંગ, પેરી-પેરી મસાલો – ૨-૩ નાની ચમચી (સ્વાદ અનુસાર), બટર – બે મોટી ચમચી, તેલ – ૧ મોટી ચમચી, લાલ મરચું પાઉડર – અડધી નાની ચમચી, ચાટ મસાલો – અડધી નાની ચમચી, મીઠું – સ્વાદ અનુસાર, લીંબુનો રસ – ૧ નાની ચમચી, કોથમીર– થોડી સમારેલી, સજાવટ માટે – પેરી-પેરી મસાલો અને ચિલી ફ્લૅક્સ.
બનાવવાની રીત : એક નાના બાઉલમાં બટર અને તેલ મિક્સ કરો. એમાં પેરી-પેરી મસાલો, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરો. સાતપડી પૂરીને એક પ્લૅટમાં ગોઠવો. તૈયાર કરેલું બટર અને પેરી-પેરી મસાલાનું મિશ્રણ દરેક પૂરી પર સરખી રીતે લગાવો. ઉપરથી થોડો પેરી-પેરી મસાલો અને ચિલી ફ્લૅક્સ છાંટો. પૂરીને ૨–૩ મિનિટ માટે પ્રી-હીટેડ અવન અથવા ઍર-ફ્રાયરમાં હળવી ગરમ કરો. જેથી મસાલો સરસ રીતે ચોંટી જાય અને પૂરી ક્રિસ્પી રહે. સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.
ADVERTISEMENT
- મમતા જોટાણિયા
