રેસીપી અહીં વાંચો...
રૉયલ મખાણા મિન્ટ રાયતું
સામગ્રી : બે ચમચી મખાણા (અંદાજે અડધો કપ), ૧ ચમચી પાઉડર શુગર, ચાટ મસાલો સ્વાદ મુજબ, મીઠું સ્વાદ મુજબ, ૧ મોટો બાઉલ ઘાટું દહીં, ૧૦-૧૫ ફુદીનાનાં પાન (બારીક સમારેલાં), અડધી ચમચી કોથમીર (બારીક સમારેલી)
બનાવવાની રીત : સૌપ્રથમ મખાણાને સ્લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરો, ત્યાં સુધી કે એ ક્રિસ્પી ન થઈ જાય. પછી ગૅસ બંધ કરીને એને કડાઈમાં જ રહેવા દો. એક મોટા બાઉલમાં દહીં લઈને એને બરાબર ફેટી લો. હવે એમાં મીઠું, પાઉડર શુગર, ચાટ મસાલો ઉમેરો. ત્યાર બાદ એમાં બારીક સમારેલાં ફુદીનાનાં પાન અને કોથમીર ઉમેરો. આ બધી વસ્તુઓને ચમચાથી સારી રીતે મિક્સ કરો. સર્વ કરવાના ૧૦ મિનિટ પહેલાં એમાં રોસ્ટ કરેલા મખાણા ઉમેરો અને ફરી મિક્સ કરો. એને ૧૫-૨૦ મિનિટ માટે ઠંડું થવા મૂકી દો.
સર્વિંગ ટિપ્સ : ઠંડું-ઠંડું મખાણા મિન્ટ રાયતું બાઉલમાં સર્વ કરો. આ સ્વાદિષ્ટ અને તાજગીભર્યું રાયતું તમને આખા દિવસ માટે એનર્જી આપે છે.
