Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિન્થેટિક પનીર પર ટોટલ પ્રતિબંધ લાદવાની તૈયારી

સિન્થેટિક પનીર પર ટોટલ પ્રતિબંધ લાદવાની તૈયારી

Published : 07 May, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાઇસન્સ ધરાવતી કંપનીઓએ સ્ટૉકનો નિકાલ કરીને ઉત્પાદન બંધ કરવું પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ બજારમાં વેચાઈ રહેલા સિન્થેટિક પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઓછા પોષણવાળું આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને ગ્રાહક સુરક્ષા માટે બજારમાંથી દૂર કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ઉચ્ચ સ્તરની સમિતિએ ઑક્ટોબર ૨૦૨૫માં આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને માર્ચ ૨૦૨૬માં એક બેઠકમાં એને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી.

સમિતિનો તર્ક છે કે ભારત વિશ્વનો સૌથી મોટો ડેરી-ઉત્પાદક દેશ હોવા છતાં અહીં સસ્તા અને ભેળસેળયુક્ત કૃત્રિમ પનીરનો મોટો જથ્થો વેચાઈ રહ્યો છે. એ દેખાવમાં અને સ્વાદમાં વાસ્તવિક પનીર જેવું જ છે જે ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સિન્થેટિક પનીરમાં નજીવું પ્રોટીન અને વધુપડતી ચરબી હોય છે. એના નિયમિત સેવનથી ટાઇપ-ટૂ ડાયાબિટીઝ અને અન્ય ગંભીર રોગો થઈ શકે છે. સરકાર દ્વારા આ કડક પગલાથી ડેરીઉદ્યોગમાં પારદર્શિતા આવશે અને સામાન્ય લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે એવી અપેક્ષા છે.



૧૦૦૦ લાઇસન્સપ્રાપ્ત કંપની 
દેશમાં આશરે ૧૦૦૦ કંપનીઓ પાસે સિન્થેટિક પનીર બનાવવા માટે લાઇસન્સ છે. નવી નીતિ હેઠળ કોઈ નવું લાઇસન્સ જાહેર કરવામાં આવશે નહીં અને હાલની કંપનીઓને તેમનો સ્ટૉક ખાલી કરવા અને ઉત્પાદન બંધ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે.


સસ્તો વિકલ્પ
બજારમાં સિન્થેટિક પનીરની લોકપ્રિયતા ઝડપથી વધી છે કારણ કે એ એક સસ્તો વિકલ્પ છે. એ મુખ્યત્વે તાજા દૂધને બદલે પામતેલ, દૂધનો પાઉડર, સ્ટાર્ચ અને ઇમલ્સિફાયરના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. વાસ્તવિક બ્રૅન્ડેડ પનીર ૪૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે ત્યારે સિન્થેટિક પનીર ૨૫૦થી ૩૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. એનો ઉપયોગ રેસ્ટોરાં અને ઢાબાઓમાં વ્યાપકપણે થાય છે જે ગ્રાહકો સાથે છેતરપિંડી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK