Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં ઑથેન્ટિક કચ્છી દાબેલીનું નવું સરનામું મામા દાબેલી

ઘાટકોપરમાં ઑથેન્ટિક કચ્છી દાબેલીનું નવું સરનામું મામા દાબેલી

Published : 01 August, 2026 02:16 PM | IST | Mumbai
Darshini Vashi

કચ્છી કડક અને ઓરિજિનલ કચ્છી દાબેલીનો સ્વાદ માણવો હોય તો ઘાટકોપરના આ સ્ટૉલ પર જાઓ

મામા દાબેલી

ખાઈપીને જલસા

મામા દાબેલી


દાબેલી તો આપણે બધાએ ખાધી હશે, પરંતુ અસ્સલ કચ્છના ટેસ્ટની અને ઑથેન્ટિક કહી શકાય એવી દાબેલી કોણે-કોણે ખાધી છે? જે લોકોએ કચ્છની ઑથેન્ટિક દાબેલી ખાધી હશે તેમને ખબર જ હશે કે ત્યાંની દાબેલી તથા અહીં મળતી અને ફ્યુઝન ફૂડ તરીકે બનાવવામાં આવતી દાબેલીમાં જમીન-આસમાનનો ફરક છે. જો તમારે પણ આ ફરકને જાણવો હોય તો ઘાટકોપરના આ સ્થળે તમને તે જાણવા મળશે.

ઘાટકોપર-ઈસ્ટમાં ‘મામા દાબેલી’ નામનો દાબેલીનો સ્ટૉલ આવેલો છે જ્યાં ઑથેન્ટિક કચ્છી દાબેલી બનાવવામાં આવતી હોવાનું અહીંના ઓનરનું કહેવું છે. આ વિશે વધુ માહિતી આપતાં ‘મામા દાબેલી’ના દીપ ગડા કહે છે, ‘મામા દાબેલીની મેઇન બ્રાન્ચ મુલુંડમાં આવેલી છે જે મારા મામાની જ છે. તેમની પાસેથી ફ્રૅન્ચાઇઝી લઈને મેં ૩ વર્ષ પહેલાં ઘાટકોપરમાં મામા દાબેલીનો સ્ટૉલ શરૂ કર્યો હતો. હું અને મારી મમ્મી મળીને એ સંભાળીએ છીએ. આમ તો હવે ઘણી જગ્યાએ દાબેલી મળે છે, પરંતુ અમારી દાબેલી ઑથેન્ટિક છે. મુંબઈમાં જે દાબેલી મળે છે એ ફ્યુઝન કરેલી હોય છે એટલે કે એની અંદર દાડમ, સેવ, દ્રાક્ષ, દાળ વગેરે નાખીને આપે છે. ઘણા બટાટાના માવામાં પૌંઆ પણ નાખે છે તો અમુક જગ્યાએ કંઈક અલગ જ રીતે બનાવવામાં આવે છે. જોકે અમે એવું કોઈ ફ્યુઝન કરતા નથી. અમે અસ્સલ કચ્છમાં બને છે એવી જ દાબેલી બનાવીએ છીએ જેમાં પડતો મસાલો પણ કચ્છનો જ હોય છે. દાબેલીના મૂળ મસાલાની સાથે છેડછાડ કર્યા વિના અમે ઘણી અલગ-અલગ જાતની વરાઇટી પણ સર્વ કરીએ છીએ. જેમ કે ચીઝ દાબેલી, ગાર્લિક દાબેલી, જૈન દાબેલી, કચ્છી કડક, સેવપૂરી દાબેલી વગેરે અમે સર્વ કરીએ છીએ. અમારું મેનુ બહુ લાંબું નથી, પરંતુ જેટલું બનાવીએ છીએ એ લોકોને ભાવે અને ફરી પાછા ખાવા આવે એ હેતુ સાથે જ બનાવીએ છીએ.’



ક્યાં મળશે? : મામા દાબેલી, તિલક રોડ, વિક્રાંત સર્કલ, ઘાટકોપર-ઈસ્ટ


સમય : બપોરે બેથી રાત્રે ૧૨ વાગ્યા સુધી


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 02:16 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK