Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ કચ્છી યુવતી બનાવી રહી છે મૉન્સૂનમાં ખાવાની મજા પડે એવાં વૉર્મ ડિઝર્ટ

આ કચ્છી યુવતી બનાવી રહી છે મૉન્સૂનમાં ખાવાની મજા પડે એવાં વૉર્મ ડિઝર્ટ

Published : 15 August, 2026 11:43 AM | IST | Mumbai
Darshini Vashi

મુલુંડમાં આવેલી લેયર્સ ઑફ હૅપીનેસમાં વૉર્મ બ્રુકી, કુકીઝ, બ્રાઉની અને ચીઝ કેક સહિત બીજાં પણ અનેક ડિઝર્ટ મળે છે, મારી જાતે હું નવી-નવી કેક, પેસ્ટ્રી, બ્રાઉની વગેરે ટ્રાય કરતી રહેતી.

આ કચ્છી યુવતી બનાવી રહી છે મૉન્સૂનમાં ખાવાની મજા પડે એવાં વૉર્મ ડિઝર્ટ

આ કચ્છી યુવતી બનાવી રહી છે મૉન્સૂનમાં ખાવાની મજા પડે એવાં વૉર્મ ડિઝર્ટ


મૉન્સૂનમાં ગરમાગરમ બટાટાવડાં અને ભજિયાં ખાધા બાદ કંઈક ડિઝર્ટ ખાવાનું મન થાય તો મુલુંડમાં આવેલી આ શૉપમાં તમને વૉર્મ ડિઝર્ટના ઘણા વિકલ્પો મળી રહેશે. કચ્છી યુવતીએ શરૂ કરેલી આ શૉપમાં માત્ર વૉમ ડિઝર્ટ જ નહીં, બીજી પણ અનેક ડિઝર્ટ આઇટમો મળે છે. 
મુલુંડની ‘લેયર્સ ઑફ હૅપીનેસ’ નામની ડિઝર્ટ શૉપની ઓનર અને બેકર દેવાંશી ગોસર કહે છે, ‘મને નાનપણથી બેકિંગ પ્રત્યે શોખ હતો. મારી જાતે હું નવી-નવી કેક, પેસ્ટ્રી, બ્રાઉની વગેરે ટ્રાય કરતી રહેતી. લગભગ ૮ વર્ષથી હું ઘરે નવાં-નવાં ડિઝર્ટ બનાવવાની ટ્રાય કરતી હતી અને બધાને ટેસ્ટ પણ કરાવતી હતી. એટલે મને બધા લોકો ડિઝર્ટની શૉપ શરૂ કરવાની સલાહ આપતા હતા. આખરે મેં ૮ મહિના પહેલાં શૉપ શરૂ કરી. મેં કોઈ પણ જાતનો બેકિંગનો કોર્સ કર્યો નથી. જે શીખી છું એ જાતે જ શીખી છું, જે બનાવું છું એ મારી રીતે બનાવું છું અને લોકોને એ પસંદ પણ પડી રહ્યું છે. મારી પાસે દરેક ટ્રેન્ડિંગ આઇટમ છે. જેમ કે સ્કૂપેબલ કુકીઝ જે એક ડિઝર્ટ છે. એને બાઉલમાંથી સ્કૂપ વડે કાઢીને આઇસક્રીમ સાથે પીરસવામાં આવે છે. એ સામાન્ય કડક કુકી જેવી બેક નથી થતી, પણ અંદરથી ખૂબ જ ક્રીમી અને ગુઈ એટલે કે થોડીક ચીકણી હોય છે. આ સિવાય હું બ્રુકી ડિઝર્ટ લઈને પણ આવી છું જે બ્રાઉની અને કુકીનું કૉમ્બિનેશન છે. એ એકદમ લેટેસ્ટ ડિઝર્ટ છે. આ સિવાય કુકી ટિન અને બ્રાઉની ચીઝ કેક પણ હું સર્વ કરું છે. આ તમામ વૉર્મ ડિઝર્ટની યાદીમાં આવે છે. મૉન્સૂનમાં આવાં ડિઝર્ટ ખાવાની મજા પણ આવે છે. શુગર-ફ્રી, ગ્લુટન-ફ્રી ઑપ્શન પણ અહીં છે.’
ક્યાં મળશે? : લેયર્સ ઑફ હૅપીનેસ, દેઢિયા ઍવન્યુ, મુલુંડ-વેસ્ટ.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2026 11:43 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK