Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીની લોકલ ટ્રેનમાં થયેલી હત્યાના સંદર્ભે GRPએ ૧૧૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી

બોરીવલીની લોકલ ટ્રેનમાં થયેલી હત્યાના સંદર્ભે GRPએ ૧૧૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી

Published : 15 August, 2026 09:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૩ જૂને ભારે વરસાદ દરમ્યાન ચાલતી લોકલ ટ્રેનનો દરવાજો ખુલ્લો રાખવા માટે થયેલી દલીલ બાદ મયંકની ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી

મયંક લોહાર

મયંક લોહાર


બોરીવલી રેલવે પોલીસે બુધવારે બોરીવલી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં બાવીસ વર્ષના મયંક લોહારની લોકલ ટ્રેનમાં ચાકુના ઘા મારીને કરાયેલી હત્યાના કેસમાં ૧૧૦૦ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં ૬૮ સાક્ષીઓનાં નિવેદનો છે.

૨૩ જૂને ભારે વરસાદ દરમ્યાન ચાલતી લોકલ ટ્રેનનો દરવાજો ખુલ્લો રાખવા માટે થયેલી દલીલ બાદ મયંકની ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ બોરીવલી રેલવે પોલીસે ૩૦ વર્ષના રોશન સુવર્ણાની ધરપકડ કરી હતી, જે હાલમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે. ૨૪ જૂને બોરીવલી ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP)એ રોશન સુવર્ણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ કેસ નોંધ્યો હતો જે હત્યાની સજા સાથે સંબંધિત છે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK