પ્રભાદેવી ખાતે આવેલી આ કૅફેમાં સ્ટ્રૉથી લઈને ટેબલ સુધીની દરેક વસ્તુ ટોટલી ઇકો-ફ્રેન્ડ્લી છે
ફૂડ-ડ્રાઇવ
ઑર્ગેનિક ઍન્ડ ઝીરો વેસ્ટ ન્યુડ ફૂડ કૅફે
કેટલાક લોકો માત્ર ‘ઇકો-ફ્રેન્ડ્લી ઇકો-ફ્રેન્ડ્લી’ એવી બૂમો પાડવાથી આગળ વધ્યા નથી ત્યાં અહીં ઇકો-ફ્રેન્ડ્લી થીમ પર એક આખેઆખી કૅફે ખોલી દેવામાં આવી છે, જ્યાં દરેકેદરેક વસ્તુ ઇકો-ફ્રેન્ડ્લી જ નહીં પણ ઝીરો વેસ્ટેજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે. એટલું જ નહીં, ફૂડ અને પાણીમાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવેલું છે. તો ચાલો, આ ઇન્ટરેસ્ટિંગ રેસ્ટોરાં વિશે થોડી વધુ માહિતી મેળવીએ.