Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ટાઇમપાસ ક્રન્ચનું નામ તમે ક્યારેય સાંભળ્યું છે ખરું?

ટાઇમપાસ ક્રન્ચનું નામ તમે ક્યારેય સાંભળ્યું છે ખરું?

Published : 10 October, 2026 07:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્યાં મળશે? : નીની’સ અડ્ડા, બિલ્યન હેર સલૂનની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ

રૂ. 69 ટાઇમપાસ ક્રન્ચ

રૂ. 69 ટાઇમપાસ ક્રન્ચ


થોડું લૉજિક અને થોડો આઇડિયા વાપરીને ગુજરાતી ભાઈ-બહેનની જોડીએ એક નવી વરાઇટી લૉન્ચ કરી છે. એક રીતે જોવા જઈએ તો આ આઇટમ સૅન્ડવિચ, વડાપાંઉ અને દાબેલીનું યુનિક કૉમ્બિનેશન જેવું જ છે છતાં થોડી હટકે હોવાથી લોકોને એ પસંદ પણ પડી રહી છે.

આ વિશે માહિતી આપતાં નીની’સ અડ્ડાના ફાઉન્ડર નિકુંજ પરમાર કહે છે, ‘મેં મારી બહેન નિશિતા પરમારની સાથે મળીને ત્રણેક મહિના પહેલાં જ મહાવીરનગરમાં નીની’સ અડ્ડા નામનો એક સ્ટૉલ શરૂ કર્યો છે. ટાઇમપાસ ક્રન્ચ જેવી એક આઇટમ અમે સુરતમાં ખાધી હતી. અમને એ ઘણી ભાવી હતી એટલે અમે એમાં થોડા ફેરફાર કરીને અને નવી ફ્લેવર ઉમેરીને એને અહીં લૉન્ચ કરી હતી. સૌથી પહેલાં ટ્રાયલ લેવા માટે અમે અમારા સમાજના એક કાર્યક્રમમાં અમારી નવી ઇનોવેટ કરેલી ડિશ મૂકી હતી જે લોકોને ઘણી પસંદ પડી એટલે અમારામાં સ્ટૉલ શરૂ કરવાનું સાહસ આવ્યું અને અમે નીની’સ અડ્ડા નામનો સ્ટૉલ શરૂ કર્યો જ્યાં અમે અમારી આ ટાઇમપાસ ક્રન્ચ ડિશને બનાવવાની શરૂ કરી. એમાં દાબેલીમાં વપરાતા પરંતુ એના કરતાં મોટી સાઇઝના પાંઉનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર ચટણી, પનીર, મકાઈ વગેરેની ગ્રેવી અને વેફર ઉમેરવામાં આવે છે અને પછી એને ગ્રિલ કરીને સર્વ કરવામાં આવે છે. આજે ૩ મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં માત્ર અમે એક જ ડિશ એટલે કે ટાઇમપાસ ક્રન્ચ જ બનાવીએ છીએ. આ સિવાય અમે બીજું કંઈ બનાવતા નથી. હા, ટાઇમપાસ ક્રન્ચની અંદર અમે અલગ-અલગ ફ્લેવર અને ટૉપિંગ્સ ઑફર કરીએ છીએ જેમાંથી કસ્ટમર પોતાની પસંદગી મુજબ ઑર્ડર કરી શકે છે. આ સ્ટૉલ હું અને મારી બહેન સંભાળીએ છીએ. મારી હાલમાં જ સ્ટડી પૂરી થઈ છે. મારી બહેન જૉબ કરે છે અને સાથે-સાથે સ્ટૉલ પણ સંભાળે છે.’



ક્યાં મળશે? : નીની’સ અડ્ડા, બિલ્યન હેર સલૂનની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 07:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK