દહિસરમાં આવેલી ‘પરી યમ સ્ટૉપ’ નામની નવી ઢોસા-પ્લેસમાં ૧૦૮ પ્રકારના ઢોસા અને ફાસ્ટ-ફૂડની આઇટમો મળે છે, ઢોસાલવર્સને માટે દહિસરમાં એક નવી જગ્યા શોધી કાઢી છે જ્યાં ૧૦૮ જાતની અલગ-અલગ વરાઇટીના ઢોસા મળે છે.
બુર્જ ખલીફા ઢોસા ખાધા છે ક્યારેય?
ઢોસાલવર્સને માટે દહિસરમાં એક નવી જગ્યા શોધી કાઢી છે જ્યાં ૧૦૮ જાતની અલગ-અલગ વરાઇટીના ઢોસા મળે છે. મુંબઈમાં ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે જ્યાં આટલી બધી વરાઇટીના ઢોસા મળતા હશે. એમાં પણ દહિસર તરફ તો આટલી વાઇડ વરાઇટીના ઢોસા મળતા નથી. જો તમને પણ વાંચીને ખાવાની ઇચ્છા થઈ ગઈ હોય તો દહિસરની પરી યમ સ્ટૉપમાં આવી જજો.
યુનિક અને નોખા નામ સાથેના આ ફાસ્ટ-ફૂડનાં ઓનર નિશા સોની કહે છે, ‘પરી મારી ડૉટરનું નામ છે અને એની પાછળના શબ્દો મારી ડૉટરે જ પસંદ કર્યા છે એટલે અમે આ નામ ફાઇનલ કર્યું હતું. ફૂડ-સ્ટૉલની વાત કરું તો અમે પાંચેક મહિના પહેલાં જ સ્ટૉલ શરૂ કર્યો હતો. અમે મૂળ રાજકોટના છીએ અને ૩ વર્ષ પહેલાં જ મુંબઈ શિફ્ટ થયા છીએ. અમારે ફૂડ-સેગમેન્ટમાં કંઈક કરવું હતું એટલે અમે અમારા પૅશનને અહીં સ્ટૉલરૂપે ઉતાર્યું છે. પહેલાં અમે પાણીપૂરીનો સ્ટૉલ શરૂ કરવાના હતા, પરંતુ પછી અમને વિચાર આવ્યો કે પાણીપૂરી તો ઠેર-ઠેર મળે જ છે, એના કરતાં ઢોસા શરૂ કરીએ અને એમાં ઘણી નવી વરાઇટી લાવીએ. ૧૦૮ નંબર શુભ માનવામાં આવે છે એટલે અમને વિચાર આવ્યો કે ૧૦૮ ઢોસાની વરાઇટી જ લઈ આવીએ. પછી ધીરે-ધીરે અમે અમારી રીતે નવી-નવી વરાઇટી ઉમેરતા ગયા. અમુક ઢોસાની વરાઇટી તો એટલી બધી હિટ થઈ ગઈ છે કે એની રીલ પણ ઇન્સ્ટા પર ફરવા લાગી છે. અહીંનો બુર્જ ખલીફા ઢોસા, દિલખુશ ઢોસા, ઓપન ચીઝ ઢોસા, ગોલમાલ ઢોસા ખૂબ જ ફેમસ અને યુનિક છે. આ સિવાય અહીં પીત્ઝા, બર્ગર, સૅન્ડવિચ વગેરે આઇટમો પણ મળે છે.’
ક્યાં મળશે? : પરી યમ સ્ટૉપ, ક્રિષ્ના ટાવર, આનંદનગર, દહિસર-ઈસ્ટ, સમય :
બપોરે ૩.૩૦ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી
