Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > અહીં મળતાં ખમણ અને પાતરાં રોજ સુરતથી આવે છે

અહીં મળતાં ખમણ અને પાતરાં રોજ સુરતથી આવે છે

Published : 10 October, 2026 07:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાડમાં ૧૫ વર્ષ જૂના ટનાટન નામના સ્ટૉલ પર શિયાળામાં ઊં‌ધિયું પણ મળે છે અને એ માટેના શાકભાજી સુરતથી આવે છે

સેવ ખમણી અને પાતરાં (250 ગ્રામ) રૂ. 125 અને સેવ ખમણ અને પાતરાં (250 ગ્રામ) રૂ. 125

સેવ ખમણી અને પાતરાં (250 ગ્રામ) રૂ. 125 અને સેવ ખમણ અને પાતરાં (250 ગ્રામ) રૂ. 125


સુરતી વાટીદાળનાં ખમણ અને પાતરાં ખાવાના શોખીન તમે પણ હો તો તમારે મલાડમાં આવેલા આ સ્ટૉલ પર આવવા જેવું છે જ્યાં ડાયરેક્ટ બધું સુરતથી આવે છે. પોરિયા પરિવારના સભ્યો સાથે મળીને છેલ્લાં ૧૫ વર્ષથી મલાડમાં આ સ્ટૉલ ચલાવી રહ્યા છે. રોજ સવારે સુરતથી માલ આવે એટલે ખૂલતો આ સ્ટૉલ બપોર સુધીમાં માલ પૂરો થઈ જતાંની સાથે બંધ કરી દેવામાં આવે છે એટલી અહીં એની ડિમાન્ડ હોય છે.

ટનાટન સ્ટૉલના હિત પોરિયા આ વિશે વધુ માહિતી આપતાં કહે છે, ‘મારા પપ્પા નંદલાલ પોરિયાએ ૧૫ વર્ષ પહેલાં આ સ્ટૉલ શરૂ કર્યો હતો. હું છેલ્લાં થોડાં વર્ષોથી તેમને હેલ્પ કરું છું. હું જૉબ કરું છું, પણ રજાના દિવસોમાં સ્ટૉલ પર હોઉં છું. અમારો આ સ્ટૉલ ખમણ, પાતરાં, ખમણી, સુરતી વાટીદાળનાં ખમણ, સફેદ ઢોકળાં અને ખાંડવી માટે પ્રખ્યાત છે. સફેદ ઢોકળાં અને ખાંડવી માત્ર રવિવારે જ મળે છે. આ ખાંડવી મારી મમ્મી જ બનાવે છે. બાકીની બધી વસ્તુ સુરતથી આવે છે. રોજેરોજ સવારે સુરતથી અહીં ગાડીમાં વઘાર્યાં વિનાનાં ખમણની લાદી અને બાફેલાં પાતરાંના રોલ આવે છે જેને અમે અહીં જેમ-જેમ ઑર્ડર આવે એમ-એમ વઘારીને આપતા જઈએ છીએ. મારા પપ્પાના મિત્ર સુરતમાં ખમણનો બિઝનેસ કરે છે જેમની પાસેથી અમે બધું મગાવીએ છીએ. હવે થોડા ટાઇમમાં ઊંધિયું પણ શરૂ થશે જેમાં વપરાતાં શાકભાજી સુરતથી આવશે. અમારું દર વર્ષનું ફિક્સ જ હોય છે. ઊંધિયાની સીઝનમાં શાકભાજી સુરતથી મગાવવામાં આવે છે અને એમાંથી મારી મમ્મી ઊંધિયું બનાવે છે.’



ક્યાં મળશે? : ટનાટન સ્ટૉલ, ભારત ડ્રાયફ્રૂટ્સની સામે, ગૌશાળા લેન, મલાડ-ઈસ્ટ


સમય : સવારે ૮.૩૦ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી અને રવિવારે સવારે ૭ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK