બરણીમાં ગરમ પાણી નાખી એમાં થોડાં બેકિંગ સોડા નાખવાં અને આખી રાત એને રહેવા દેવું, આમ કરવાથી પણ વાસ દૂર થાય છે.
હોમ ટિપ્સ - કાચની બરણીમાંથી આવતી વાસ દૂર કેમ કરવી?
કાચની બરણીમાંથી લસણ કે મસાલાની તીવ્ર વાસ દૂર કરવા માટે કાગળના નાના ટુકડા અથવા અખબારના ટુકડા કરીને ઢાંકણ બંધ કરી દો. એક દિવસ પછી એને કાઢી લો. આમ કરવાથી અખબાર વાસ શોષી લેશે.
બરણીમાં ગરમ પાણી નાખી એમાં થોડાં બેકિંગ સોડા નાખવાં અને આખી રાત એને રહેવા દેવું, આમ કરવાથી પણ વાસ દૂર થાય છે.
કાચની બરણીમાં નારંગી અને લીમડાની છાલ નાખીને થોડું મીઠું છાંટી દો અને એને ઓવરનાઇટ રહેવા દેશો તો વાસ દૂર થઈ જશે.