અહીં શીખો ચીઝ સેવ રોલ
ચીઝ સેવ રોલ
સામગ્રી : ૫૦૦ ગ્રામ બાફેલા બટાટા, ૧ કપ બારીક સમારેલા કાંદા, કૅપ્સિકમ, ગાજર અને ફણસી, આદું-મરચાંની પેસ્ટ ૨ ચમચી, આમચૂર પાઉડર ૧ ચમચી, ડ્રાય બ્રેડ ક્રમ્સ ૧ કપ, કોથમીર જરૂર મુજબ, સેવ કોટિંગ માટે, મીઠું સ્વાદ મુજબ, થોડો ગરમ મસાલો, તળવા માટે તેલ, મેંદા અને કૉર્નફ્લોરની સ્લરી જરૂર મુજબ, ચીઝ ક્યુબ જરૂર મુજબ
રીત : મિશ્રણ તૈયાર કરવા બટાટા બાફીને મૅશ કરી લો. એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. એમાં આદું-મરચાંની પેસ્ટ નાખીને થોડું સાંતળો. હવે એમાં બારીક સમારેલાં શાકભાજી ઉમેરો અને સાંતળો. એમાં મીઠું, આમચૂર પાઉડર, કોથમીર, ડ્રાય બ્રેડ ક્રમ્સ અને થોડો ગરમ મસાલો ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો અને ગૅસ બંધ કરીને ઠંડું થવા દો.
ADVERTISEMENT
રોલ બનાવો : મિશ્રણ ઠંડું થઈ જાય પછી હાથમાં થોડું તેલ લગાવો. મિશ્રણનો ભાગ લઈ એમાં ચીઝ ક્યુબ મૂકીને રોલનો આકાર આપો.
કોટિંગ અને તળવું : તૈયાર રોલને પહેલાં મેંદા-કૉર્નફ્લોરની સ્લરીમાં ડુબાવો. પછી સેવમાં સારી રીતે કોટ કરો. કડાઈમાં તેલ ગરમ કરીને રોલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
સર્વિંગ : ગરમાગરમ ચીઝ સેવ રોલને ગ્રીન ચટણી અથવા ટમેટાંના સૉસ સાથે સર્વ કરો.
