Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: કૉર્ન પાંઉભાજી વિધાઉટ પટેટો

આજની રેસિપી: કૉર્ન પાંઉભાજી વિધાઉટ પટેટો

Published : 18 February, 2026 12:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો કૉર્ન પાંઉભાજી વિધાઉટ પટેટો

કૉર્ન પાંઉભાજી વિધાઉટ પટેટો

કૉર્ન પાંઉભાજી વિધાઉટ પટેટો


સામગ્રી: બે કાંદા, ૩ ટમેટાં, ૨ લીલાં કૅપ્સિકમ, ૧ વાટકો બાફેલા વટાણા, ૧ વાટકો બાફેલા કૉર્ન, ૪થી ૫ કળી લસણ, ૨ મરચાં, ૨ ચમચી કાજુની પેસ્ટ, મીઠું, લાલ મરચું, જીરું, પાંઉભાજી મસાલો, કોથમીર. 

રીત : કડાઈમાં ૨ ચમચી ઘી ને ૨ ચમચી તેલ મૂકી એમાં જીરું નાખવું. કાંદા નાખીને સાંતળવું. લસણ અને મરચાની પેસ્ટ નાખીને સાંતળવું. પછી કૅપ્સિકમ નાખવાં. બધું સંતળાઈ જાય એટલે ટમેટાના ટુકડા નાખીને ચડવા દેવું. પછી એમાં મીઠું, મરચું, પાંઉભાજી મસાલો અને કાજુની પેસ્ટ નાખવી. થોડું પાણી નાખી મસાલા ચડવા દેવા. છેલ્લે બાફેલા વટાણા અને કૉર્ન નાખવા. કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરવું.



નોંધ : આ ભાજી તમે રોટી, પરાઠા ને પાંઉ બધા સાથે સર્વ કરી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK