અહીં શીખો ચટપટા શક્કરિયાં
ચટપટા શક્કરિયાં
સામગ્રી : શક્કરિયાં ૨૫૦ ગ્રામ, કીવી ૧ નંગ, કોથમીર ૧ કપ, ફુદીનો અડધો કપ, સંચળ ૧ ચમચી, મીઠું સ્વાદ અનુસાર, સાકર બે ચમચી, ૨ મોળાં મરચાં.
બનાવવાની રીત : સૌપ્રથમ શક્કરિયાંને ધોઈને પછી ચાળણીમાં વરાળથી બાફી લેવાં. ઠંડાં થવા દેવાં. પછી છોલી લેવાં. કીવી, કોથમીર, ફુદીનો, સંચળ, મીઠું, સાકર મિક્સરમાં પીસી લેવાં. પછી શક્કરિયાંના પતીકાં કરીને એક બાઉલમાં મિક્સ કરવું. તો તૈયાર છે ચટપટાં શક્કરિયાં.
ADVERTISEMENT
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)

