કંગના રનૌતે કહ્યું કે કિંગ ખાન દિલ્હીથી આવ્યો છે જ્યારે હું તો હિમાચલ પ્રદેશના નાના ગામની છું
કંગના રનૌત
કંગના રનૌતે હાલમાં એક ઇવેન્ટમાં તેના અને શાહરુખ ખાનના સંઘર્ષની સરખામણી કરી છે અને કહ્યું છે કે શાહરુખ કરતાં મારો સંઘર્ષ વધારે મુશ્કેલ હતો. આ ઇવેન્ટમાં કંગનાએ કહ્યું, ‘મને ઘણી સફળતા મળી છે. ભાગ્યે જ નાના ગામમાંથી આવેલી કોઈ વ્યક્તિએ મારા જેટલી સફળતા મેળવી હશે. તમે શાહરુખ ખાનનું નામ લેશો પણ તે દિલ્હીથી છે અને તેણે કૉન્વેન્ટમાં અભ્યાસ કર્યો છે, પરંતુ હું ભાંબલા નામના ગામની છું જેના વિશે કોઈએ સાંભળ્યું પણ નથી.’
કંગના રનૌતનો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના એક નાના ગામ ભાંબલામાં થયો. તેની માતા એક સ્કૂલ ટીચર હતાં અને પિતાનો પોતાનો બિઝનેસ હતો. કંગનાએ પરિવારની નારાજગીનો સામનો કરીને તેમની વિરુદ્ધ જઈને દિલ્હીમાં થિયેટરમાં ઍક્ટિંગ કરીને પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. આ પછી તેને ફિલ્મોમાં નોંધપાત્ર સફળતા મળી હતી અને હવે તે રાજકારણમાં સક્રિય છે.

