ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે ૧૫ નવેમ્બર સુધીમાં મીટર બેસાડવાનું આપ્યું અલ્ટિમેટમ
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવતા વિસ્તારોમાં ટ્રાફિક જૅમ ઉપરાંત બીજી સમસ્યા છે મીટર વગર ચાલતી રિક્ષા અને ટૅક્સીની, જેને લીધે મુસાફરો પાસેથી મનફાવે એમ ઊચક ભાડું ઉઘરાવાય છે. મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે ટૅક્સી અને રિક્ષાચાલકોને યોગ્ય મીટર મુજબ જ રિક્ષા-ટૅક્સી ચલાવવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. વસઈ-વિરારની બધી જ રિક્ષા અને ટૅક્સીમાં મીટર ચાલુ કરવા માટે ૧૫ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
પ્રતાપ સરનાઈકે વસઈ-વિરારના મ્યુનિસિપલ કમિશનર મનોજ સૂર્યવંશી અને અન્ય અધિકારીઓ સાથે કરેલી બેઠક દરમ્યાન આ નિર્ણય લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક જૅમની સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો. દરમ્યાન ટૅક્સી અને રિક્ષાચાલકોએ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાડા મુજબ મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરવાની વાત પર પ્રતાપ સરનાઈકે ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
પ્રતાપ સરનાઈકે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનને વસઈ-વિરારથી થાણે અને કલ્યાણ સુધી બસ-સેવા શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

