અહીં શીખો દૂધપાક
દૂધપાક
સામગ્રી : ૧ લીટર દૂધ (અમૂલ ગોલ્ડ), બે ચમચી ચોખા, ૫ ચમચી સાકર, ૩ એલચીનો પાઉડર, કાજુ, બદામ, પિસ્તાં, ચારોળી અને કેસર જરૂર મુજબ.
રીત : પહેલાં બદામ-પિસ્તાંને ગરમ પાણીમાં પલાળી છાલ છોલી કતરણ કરવી કેસરને બે ચમચી ગરમ દૂધમાં પલાળી રાખવું અને કાજુને થોડા દૂધમાં ૧૦ મિનિટ પલાળી રાખવા. પછી એને મિક્સરમાં પીસી લેવું.
ADVERTISEMENT
ચોખાને ધોઈ ૧૦ મિનિટ માટે પલાળી રાખવા. એક તપેલીમાં ઘીવાળો હાથ ફેરવી એમાં દૂધને ઉકાળવા મૂકો. તપેલીમાં ઘી લગાડવાથી દૂધ તળિયે નહીં બેસી જાય. દૂધમાં પહેલો ઊભરો આવે ત્યારે ગૅસ સ્લો કરી એમાં ચોખા નાખીને એ ચડી જાય ત્યાં સુધી ઉકાળો. વચ્ચે-વચ્ચે દૂધને હલાવતા રહેવું. ચોખા ચડી જાય એટલે એમાં કાજુની પેસ્ટ અને સાકર ભેળવી લેવાં. સાકર ઓગળી જાય પછી એમાં બદામ-પિસ્તાંની કતરણ, ચારોળી, કેસરવાળું દૂધ અને એલચી પાઉડર ઉમેરીને એને મિક્સ કરી વધુ ૫ મિનિટ ઊકળી જાય ત્યારે ગૅસ બંધ કરવો.
ગૅસ બંધ કર્યા પછી પણ એને હલાવતા રહેવું જેથી એમાં મલાઈ જામી ન જાય. શ્રાદ્ધ પક્ષ માટે સ્વાદિષ્ટ દૂધપાક તૈયાર છે. આને ગરમ અથવા ઠંડો બન્ને રીતે પીરસી શકો છો.
ભાદરવા મહિનામાં થતા પિત્ત માટે પણ ખૂબ ગુણકારી છે.


