Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩૨ કાર જપ્ત; બે કરોડ ૪૪ લાખ ૧૫ હજાર રૂપિયાની રિકવરી

૩૨ કાર જપ્ત; બે કરોડ ૪૪ લાખ ૧૫ હજાર રૂપિયાની રિકવરી

Published : 17 February, 2026 07:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર ભાડાની લાલચ દ્વારા લોકો પાસેથી ફોર-વ્હીલર ગિરવી મૂકતો કે વેચી નાખતો ઠગ પકડાઈ ગયો

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જપ્ત કરેલી કારની ચાવીઓ સાથે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જપ્ત કરેલી કારની ચાવીઓ સાથે.


વાહન ભાડે આપવાના નામે સોશ્યલ મીડિયા પર જાહેરાત આપીને લોકો સાથે છેતરપિંડી કરનાર ૩૨ વર્ષના સંદીપ શેટ્ટીની થાણે ક્રાઇમ બ્રાન્ચની વાગળે યુનિટ-ફાઇવની ટીમે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી છેતરપિંડી કરીને પડાવેલી ૩૨ કાર વિવિધ રાજ્યમાંથી જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી ૨,૪૪,૧૫,૦૦૦ રૂપિયાની રિકવરી કરી છે. આરોપી માસિક ભાડું ચૂકવવાના બહાને અનેક લોકો પાસેથી ફોર-વ્હીલર ગાડી લઈને ભાડું ચૂકવતો નહોતો. એ ગાડીઓ અન્ય વ્યક્તિ પાસે ગિરવી મૂકતો હતો. એટલું જ નહીં, અમુક કેસમાં તેણે દસ્તાવેજના આધારે કાર વેચી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.

થાણે ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અમરસિંહ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચમી ફેબ્રુઆરીએ વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ હાથ ધરતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આરોપી સંદીપ મહિનાનું અમુક ભાડું આપવાના બહાને અનેક લોકો પાસેથી ફોર-વ્હીલર ગાડીઓ લેતો હતો અને ભાડું ચૂકવતો નહોતો, પણ એ ગાડી અન્ય લોકો પાસે ગીરવી મૂકી દેતો હતો. અમુક ગાડીઓ તેણે વેચી મારી હતી. તપાસ દરમ્યાન નવી મુંબઈ, જાલના, લોનાવલા, પુણે, છત્રપતિ સંભાજીનગર, પનવેલ, કલ્યાણ અને પરભણીથી કુલ ૩૨ ગાડી જપ્ત કરવામાં આવી છે.



પોલીસ-પૂછપરછમાં સંદીપે સ્વીકાર્યું હતું કે તેણે અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે. જોકે તે પોતાની ઓળખ છુપાવીને ફરતો હતો. સોશ્યલ મીડિયા પર પ્રાઇવેટ કારનું મોટું ભાડું આપવાની જાહેરાત આપીને લોકોને આકર્ષતો હતો. આ કેસમાં અન્ય પીડિતો અને વધુ વાહનો હોવાની શક્યતા છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK