મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૩ ફેબ્રુઆરીએ ડેન્જરસ ગૅસ ભરેલું ટૅન્કર ઊંધું વળી ગયું હતું. એ વખતે ૩૨ કલાક સુધી મોટરિસ્ટો રઝળી પડ્યા હતા
મુંબઈ-પુણે એક્સપ્રેસવે
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૩ ફેબ્રુઆરીએ ડેન્જરસ ગૅસ ભરેલું ટૅન્કર ઊંધું વળી ગયું હતું. એ વખતે ૩૨ કલાક સુધી મોટરિસ્ટો રઝળી પડ્યા હતા. જોકે એવી પરિસ્થિતિમાં પણ તેમની પાસેથી ટોલ વસૂલવામાં આવ્યો હતો. એથી એ ટોલ પાછો આપવામાં આવે એવી
રજૂઆત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પદાધિકારીઓએ ટોલ વસૂલતી IRB કંપનીના અધિકારીઓને કરી હતી. એ રજૂઆત તેમણે માન્ય રાખી છે અને ૮ દિવસમાં ટોલના પૈસા મોટરિસ્ટોને પાછા આપવામાં આવશે એવું આશ્વાસન કંપનીએ આપ્યું છે.
ADVERTISEMENT
MNSની ટ્રાન્સપોર્ટ સેનાના ચીફ સેક્રેટરી પ્રદીપ વાઘમારેએ કહ્યું હતું કે ‘૩ ફેબ્રુઆરીએ બનેલી આ ઘટના વખતે પણ ટોલ વસૂલવામાં આવ્યો હતો જે યોગ્ય નહોતું એટલે અમે IRB કંપનીના પદાધિકારીઓ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) અને ટ્રાફિક-પોલીસના ઑફિસરો સાથે ખાલાપુર ટોલનાકા પર મીટિંગ લીધી હતી અને એ સમય દરમ્યાન વસૂલવામાં આવેલો ટોલ પાછો આપવા જણાવ્યું છે. એ સવાય મોટરિસ્ટોને પડતી અન્ય મુશ્કેલીઓની પણ રજૂઆત એ વખતે કરવામાં આવી છે. કંપનીના પદાધિકારીઓએ અમારી રજૂઆતને સકારાત્મક લીધી છે અને ૮ દિવસમાં એ ટોલના પૈસા મોટરિસ્ટોને પાછા આપવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.’


