અહીં શીખો ફ્રેશ ઑરેન્જ બરફી કેક
ફ્રેશ ઑરેન્જ બરફી કેક
સામગ્રી : ૫ થી ૬ ફ્રેશ ઑરેન્જ, ૧ કપ માવો, ૩-૪ ડ્રૉપ ઑરેન્જ ફૂડ કલર, અડધો કપ કોપરાનું છીણ (ડેસિકેટેડ), અડધો કપ શુગર.
રીત : સંતરાને છોલીને બી કાઢીને એક બાઉલમાં લેવાં. છોલેલા સંતરાને પૅનમાં નાખીને એનો રસ ગરમ થાય એટલે માવો, સાકર, સૂકા કોપરાનું છીણ બધું ઍડ કરીને થિક થાય ત્યાં સુધી ગરમ કરવું. પછી કેકના મોલ્ડને ગ્રીસ કરીને એમાં નાખીને ઠંડું કરવું. ઉપર કાજુ, સંતરાની પેશીઓથી ડેકોરેટ કરવું.
ADVERTISEMENT
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


