૨૬૪ રનનો ટાર્ગેટ ૪૯.૪ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને મેળવી લીધો
સલમાન આગાએ ૬૨ રન ફટકાર્યા હતા
ટેસ્ટ-સિરીઝમાં ૧-૧થી બરોબરી અને T20માં ૨-૧થી વિજય મેળવ્યા બાદ યજમાન પાકિસ્તાને ૩ મૅચની વન-ડે સિરીઝની પહેલી મૅચમાં ફસડાયા બાદ બે બૉલ બાકી રાખીને બે વિકેટે વિજય મેળવીને સારી શરૂઆત કરી હતી. નવા કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીએ ટૉસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સાઉથ આફ્રિકા ૪૯.૧ ઓવરમાં ૨૬૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. સૌથી વધુ ૬૩ રન ક્વિન્ટન ડિકૉકે બનાવ્યા હતા. નસીમ શાહ અને અબ્રાર અહમદે ૩-૩ વિકેટ લીધી હતી. પાકિસ્તાને ૮૭ રનની પાર્ટનરશિપ કરી હતી. બાબર આઝમ ફક્ત ૭ રન બનાવી શક્યો હતો. ભૂતપૂર્વ કૅપ્ટન સલમાન આગાના ૬૨ અને મોહમ્મદ રિઝવાનના ૫૫ રને પાકિસ્તાનની જીતનો પાયો નાખ્યો હતો.
સલમાન મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. બીજી મૅચ આજે એ જ મેદાનમાં રમાશે.


