અહીં શીખો ફ્યુઝન મેક્સિકન ટૉસ્ડ ઇડલી
ફ્યુઝન મેક્સિકન ટૉસ્ડ ઇડલી
સામગ્રી : મિની ઇડલી, બાફેલા કૉર્ન, ચિલી ફ્લેક્સ, ઑરેગૅનો, મીઠું, ચારથી પાંચ ચમચી પીત્ઝા, પાસ્તા સૉસ, તેલ અને એક બાઉલ રેડ, યલો અને ગ્રીન કૅપ્સિકમ
રીત : મિની ઇડલી બનાવી લેવી. એક કડાઈમાં તેલ ગરમ કરવું. એમાં ૩ કલરનાં કૅપ્સિકમ નાખીને સાંતળવાં. પછી એમાં કૉર્ન ઍડ કરવા. એમાં મીઠું, ચિલી ફ્લેક્સ અને ઑરેગૅનો નાખીને મિક્સ કરવું. પીત્ઝા અને પાસ્તા સૉસ નાખીને બધું સરખું મિક્સ કરવું અને ગરમાગરમ સર્વ કરવું.
