અહીં શીખો ફ્યુઝન સ્પ્રિંગ પૌંઆ
ફ્યુઝન સ્પ્રિંગ પૌંઆ
સામગ્રી : બે કપ જાડા પૌંઆ, એક ટેબલસ્પૂન તેલ, અડધો કપ ઝીણી સમારેલી કોબી, એક નાનું ખમણેલું ગાજર, એક કૅપ્સિકમ મરચું સમારેલું, એક નાનો કપ બાફેલા લીલા વટાણા, એક ચમચી ઝીણું સમારેલું આદું અને લસણ, અડધી ચમચી સોય સૉસ, એક ચમચી રેડ ચિલી સૉસ, એક ચમચી વિનેગર અથવા લીંબુનો રસ, એક મોટો ચમચો સેઝવાન સૉસ, બે ચમચી ટમૅટો કેચપ, અડધી ચમચી સાકર, એક નંગર લીલું મરચું, ચાર ટેબલસ્પૂન સમારેલો લીલો કાંદો, બે ટેબલસ્પૂન બાફેલી મકાઈના દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું.
રીત : પૌંઆને ત્રણ વાર ધોઈને નિતારી લો. કડાઈમાં તેલ લઈ એમાં લસણ, આદું, મરચું નાખીને થોડી સેકન્ડ માટે સાંતળી લો. એ પછી એમાં કાંદા, મકાઈ, કોબી, ગાજર, કૅપ્સિકમ, વટાણા નાખીને ૨-૩ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સ્ટરફ્રાય કરો. હવે એમાં સોય સૉસ, ટમૅટો કેચપ, સેઝવાન સૉસ, લીંબુનો રસ, સાકર અને મીઠું ઉમેરીને સરખી રીતે મિક્સ કરો. હવે એમાં પૌંઆ ઉમેરીને સરખી રીતે મિક્સ કરો. તમારા ફ્યુઝન સ્પ્રિંગ પૌંઆ બનીને તૈયાર છે.
ADVERTISEMENT
- માલિની શ્રોફ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)

