સુરતી દાળનો હોમમેડ મસાલો કઇ રીતે તૈયાર કરવો તે શીખો અહીં
સુરતી દાળનો હોમમેડ મસાલો
સામગ્રી : બે ચમચા ધાણા, ૧ ચમચો જીરું, ૧ ચમચો રાઈ, ૧ ચમચો વરિયાળી, ૧ ચમચો મેથી, બે ચમચી આમચૂર પાઉડર, ૪-૫ ચમચી કાશ્મીરી મરચું, ૧ ચમચી હળદર, ૧ ચમચી હિંગ.
રીત : એક પેણીમાં ધાણા, જીરું, રાઈ, વરિયાળી અને મેથી બધું અલગ-અલગ ધીમે તાપે શેકી લેવું. બધું જ એકસાથે શેકવું નહીં કેમ કે દરેક ચીજની ગરમી પકડવાની ક્ષમતા જુદી-જુદી હોય છે. બધું શેકાઈ જાય એ પછી એક થાળીમાં ભેગું કરવું. બધું જ એકદમ ઠંડું થઈ જાય એ પછી એમાં આમચૂર પાઉડર, કાશ્મીરી મરચું, હળદર અને હિંગ નાખીને મિક્સરમાં બારીક પીસી લેવું. આ મસાલો ડ્રાય અને ઍરટાઇટ કન્ટેનરમાં ભરી લેવો. તુવેરની દાળ બનાવીએ ત્યારે એમાં સુરતી દાળનો મસાલો જરૂર પ્રમાણે નાખવો.
- પુનિતા શેઠ
