અહીં શીખો ખાંડવી બાઇટ્સ
ખાંડવી બાઇટ્સ
સામગ્રી : ૧ કપ બેસન, ૩ કપ ખાટી છાશ, ૧/૨ ચમચી હળદર, ચપટી હિંગ, મીઠું. વઘાર માટે : ૨થી ૩ ચમચી તેલ, રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન, હિંગ.
ડેકોરેશન માટે : દાડમના દાણા, કોથમીર.
ADVERTISEMENT
રીત : એક બાઉલમાં બેસન, ખાટી છાશ, હળદર, હિંગ, મીઠું નાખીને બૅટર તૈયાર કરવું. બૅટરમાં લમ્પ્સ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. હવે એક કડાઈમાં બૅટર નાખીને ૨૦-૨૨ મિનિટ ધીમે તાપે હલાવતા રહેવું. જેમ ખાંડવી બનાવીએ એમ જ. પછી એક ગ્રીસ કરેલી થાળીમાં થિક થયેલું બૅટર નાખીને ઠંડું થવા દેવું. જેમ મોહનથાળ કે બરફી થાળીમાં પાથરીએ એમ ઠંડું થયા પછી ચોરસ ટુકડામાં કટ કરવું. એકદમ સૉફ્ટ ક્યુબ રેડી થશે.
ગાર્નિશિંગ માટે : કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું, તલ, હિંગ, લીમડાનાં પાન નાખીને વઘાર કરવો. તૈયાર કરેલા ચોરસ ટુકડા પર નાખવો. તૈયાર છે ખાંડવી બાઇટ્સ. હવે એક બાઉલમાં ખાંડવી બાઇટ્સ નાખવા. થોડા દાડમના દાણા અને કોથમીર નાખીને ડેકોરેટ કરવું અને સર્વ કરવું.
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)

