અહીં શીખો લીલી હળદરનું ઇન્સ્ટન્ટ અથાણું
લીલી હળદરનું ઇન્સ્ટન્ટ અથાણું
સામગ્રી : ૨૦૦ ગ્રામ લીલી હળદર, આંબા હળદર બે વાટકી, બે વાટકી ગોળ, ૧ વાટકી અથાણાનો મસાલો, ૪ લીંબુ રસદાર.
રીત : લીલી હળદર અને આંબા હળદરને ધોઈને કોરી કરી લેવી, પછી એને લાંબી ચીરવી અને ગોળ સમારી લેવો. એક બાઉલમાં લીલી હળદર, આંબા હળદર, અથાણાંનો મસાલો, ગોળ અને લીંબુનો રસ મિક્સ કરી અથાણાને બરાબર હલાવવું. એક કલાક પછી રસાદાર અથાણું તૈયાર. શિયાળામાં ગુણકારી છે.
ADVERTISEMENT
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


