અહીં શીખો મૅન્ગો ક્રીમ
મૅન્ગો ક્રીમ
સામગ્રી : બે પાકેલી આફૂસ કેરી, ૨૫૦ મિલીલીટર ટેટ્રાપૅક ફ્રેશ ક્રીમ, ૩ મોટા ચમચા બૂરું સાકર, ૨ સ્કૂપ વૅનિલા આઇસક્રીમ, ૧ બાઉલ આઇસ ક્યુબ, ૧/૨ કપ કાપેલી પાકી કેરી.
રીત : આફૂસ કેરીને ધોઈ, છાલ કાઢીને મિક્સરમાં પલ્પ કરો. ચિલ્ડ ફ્રેશ ક્રીમ એક બાઉલમાં લો અને આ બાઉલને એક મોટા આઇસ ક્યુબવાળા બાઉલમાં મૂકો. હૅન્ડબ્લેન્ડરથી એને પાંચ મિનિટ માટે ફેંટો. હવે આમાં મૅન્ગો પલ્પ, બૂરું સાકર અને વૅનિલા આઇસક્રીમ ઉમેરીને હળવે હાથે મિક્સ કરો અને એક કલાક માટે ફ્રિજમાં ચિલ કરો. સર્વિંગ બાઉલમાં ઉપરથી ફ્રેશ મૅન્ગો પીસથી ગાર્નિશ કરો. સુપરક્વિક, સરળ અને યમ્મી મૅન્ગો ક્રીમ તૈયાર છે.
