અહીં શીખો મલ્ટિગ્રેન બાઇટ્સ વિથ ચાટ
મલ્ટિગ્રેન બાઇટ્સ વિથ ચાટ
સામગ્રી : ૨૫૦ ગ્રામ મલ્ટિગ્રેન લોટ, ૧ બાઉલ ખમણેલી દૂધી, કોબી, ૧ ટેબલસ્પૂન પેસ્ટ (આદું, મરચાં, લસણ)ની પેસ્ટ, બે ટેબલસ્પૂન દાંડી સાથે સુધારેલી કોથમીર, બે ચમચી ખાટું દહીં, ૧ ચમચી હળદર, ધાણાજીરું, લાલ મરચું, ચપટી હિંગ, બે ટેબલસ્પૂન દળેલી સાકર, મીઠું માપસર, ચપટી ખાવાના સોડા, મેળ માટે બે ટેબલસ્પૂન તેલ.
રીત : કોબી અને દૂધીને ખમણીને એમાં ઉપરના બધા મસાલા નાખી દેવા. પછી એમાં ધીમે-ધીમે મલ્ટિગ્રેન લોટ એમાં ઉમેરી મીડિયમ થિક લોટ બાંધવો અને એમાં ઉપરની બધી સામગ્રી ઍડ કરી ૧૦ મિનિટનો રેસ્ટ આપવો. પછી કડાઈમાં પાણી નાખી કાંઠા ઉપર ચાળણી નાખી રોલ વાળી એને ૨૦-૨૫ મિનિટ સ્ટીમ કરવા રાખી દો. પછી ગૅસ બંધ કરી ઠંડા કરો.
ADVERTISEMENT
ચાટ બનાવવા : તીખી ચટણી (મરચાં, ફુદીનો, કોથમીર, આદું-લસણ, ચપટી તીખું ચવાણું, લીંબુ, ૨થી ૩ કળી લસણ) પીસી ગ્રીન ચટણી બનાવવી. મીઠી ચટણી માટે ખજૂર અને આંબલીની મીઠી ચટણી બનાવવી. ઉપર દહીં, દાડમના દાણા, ઝીણી સેવ, ચાટ મસાલો, શેકેલું જીરું અને કોથમીર, તડકા માટે જીરું અને તલનો વઘાર કરવો. સર્વિંગ માટે : સ્ટીમ કરેલા રોલના પીસ કરો. પ્લેટમાં નીચે દહીં રાખી ઉપર સ્ટીમ કરેલા રોલના પીસ મૂકી તીખી ચટણી, મીઠી ચટણી, દહીં, ચાટ મસાલો, શેકેલું જીરું પાઉડર, કોથમીર, દાડમના દાણા, સેવ બધું નાખી પછી એના ઉપર તૈયાર કરેલો તડકો પ્લેટમાં અલગ-અલગ ૧ ચમચી બધામાં ઉપરથી નાખો. ચટપટા મલ્ટિગ્રેન બાઇટ્સ વિથ ચાટ રેડી છે. હેલ્થવાઇઝ સુપરડુપર ફૂડ ડિશ તૈયાર છે. હેલ્ધી ઍન્ડ યમ્મી ડિશ રેડી ટુ ઈટ, ખાઓ અને સ્વસ્થ રહો.

