Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: પાલક દહીંપૂરી

Published : 24 February, 2026 12:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો - પાલક દહીંપૂરી

પાલક દહીંપૂરી

પાલક દહીંપૂરી


સામગ્રી : ચણાનો લોટ એક કપ, ચોખાનો લોટ દોઢ કપ, મીઠું સ્વાદ મુજબ, અજમો અડધી ચમચી, લાલ મરચું પાઉડર અડધી ચમચી, હળદર પા ચમચી, પાણી પોણો કપ, પાલકનાં પાન દસથી બાર, તળવા માટે તેલ, કાંદા બે બારીક સમારેલા, બીટ એક બારીક સમારેલું, કોથમીર એક કપ બારીક સમારેલી, દહીં એક કપ, ખજૂર-આમલીની ચટણી અડધો કપ, કોથમીરની ચટણી અડધો કપ, ચાટ મસાલો અડધી ચમચી, જીરું પાઉડર અડધી ચમચી, લાલ મરચું પા ચમચી, નાયલૉન સેવ એક નાનો વાટકો, દાડમના દાણા બે ચમચા, કોથમીર.

રીત : એક મોટા વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, અજમો, લાલ મરચું, હળદર, લઈને બધી સામગ્રી ભેળવીને એમાં પાણી નાખીને ખીરું તૈયાર કરવું. બે મિનિટ હલાવી લેવું. એ ખીરામાં પાલકને ભજિયાંની જેમ નાખીને ગરમ તેલમાં તળવું. બધાં પાન થોડાં કડકડિયાં તળી લેવાં. એક ડિશમાં બધાં પાન ગોઠવી લેવાં. એના પર સમારેલા કાંદા, બીટ, કોથમીર ભભરાવી દેવાં. પછી બધાં પાન પર દહીં રેડવું. એના પર ખજૂર-આમલીની ચટણી લગાવવી. ચાટ મસાલો, જીરું પાઉડર, લાલ મરચું, નાયલૉન સેવ અને દાડમના દાણા પણ નાખવાં. તૈયાર છે પાલક દહીંપૂરી.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK