અહીં શીખો રસગુલ્લા ચાટ
રસગુલ્લા ચાટ
સામગ્રી : ૧ લીટર દૂધ, લીંબુનો રસ જરૂર મુજબ, ૫ કપ પાણી, ગ્રીન ચટણી, ખજૂર - આંબલીની ચટણી, દહીં (સાકરવાળું), ચાટ મસાલો, દાડમ, કોથમીર, સેવ, સાકર ૧ કપ.
રીત : દૂધને ગરમ કરવું. એમાં લીંબુનો રસ નાખીને દૂધનું પનીર બનાવવું, પનીરનું પાણી નિતારીને એક થાળીમાં લઈ મસળીને પનીરના ગોળા બનાવવા. ૫ કપ પાણીને મોટી કડાઈમાં સાકર નાખીને ગરમ કરવું. પાણી ઊકળે એટલે પનીરના ગોળા એમાં નાખીને ૧૦થી ૧૨ મિનિટ ઢાંકીને થવા દેવા. રસગુલ્લા તૈયાર થઈ જશે. એને કડાઈમાંથી કાઢીને સાઇડમાં રાખવા. દહીંમાં થોડી સાકર નાખીને ગળ્યું કરવું. એક પ્લેટમાં ૪થી ૫ રસગુલ્લા મૂકવા. ઉપર ઠંડું ગળ્યું દહીં નાખવું. તીખી-મીઠી ચટણી નાખવી. ચાટ મસાલો નાખવો. સેવ, દાડમ અને કોથમીર નાખીને સર્વ કરવું.
ADVERTISEMENT
નોંધ : રસગુલ્લા રેડી પણ લાવી શકાય.
- પુનિતા શેઠ
