બપોરના ભોજન માટે પણ હોટેલ અને ટિફિનસર્વિસ પર આધાર રાખવો પડ્યો હતો એમ ભક્તિ માર્ગ પર રહેતા દિલીપ દોમડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.
LIC કૉલોનીમાં MSEDCL દ્વારા ચાલી રહેલી કામગીરી.
મુલુંડ-વેસ્ટના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલી લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC) કૉલોનીમાં સોમવારે મોડી રાતે બનેલી ઘટનાએ સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) દ્વારા ચાલી રહેલા કામ દરમ્યાન મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ની ગૅસની લાઇન અચાનક તૂટી જતાં આસપાસની અંદાજે ૩૫થી ૪૦ સોસાયટીઓમાં ગૅસનો પુરવઠો બંધ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે લગભગ ૧૫૦૦ જેટલા લોકોના રોજિંદા જીવન પર સીધી અસર પહોંચી હતી અને ઘરેલુ રસોડામાં ગૅસ ન મળતાં નાગરિકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.
ગૅસની લાઇન તૂટી જવાથી સોમવારે રાતથી જ નાગરિકોને રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી હતી અને મંગળવારે સવારે અમારે નાસ્તો બહારથી મગાવવો પડ્યો હતો, જ્યારે બપોરના ભોજન માટે પણ હોટેલ અને ટિફિનસર્વિસ પર આધાર રાખવો પડ્યો હતો એમ ભક્તિ માર્ગ પર રહેતા દિલીપ દોમડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.
