Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: સાબુદાણાના ચીલા

આજની રેસિપી: સાબુદાણાના ચીલા

Published : 20 February, 2026 04:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મગફળી કરકરી થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર શેકો. સંપૂર્ણપણે ઠંડું કરો અને બારીક પાઉડરમાં પીસી લો. સાબુદાણા, મગફળીનો પાઉડર એક મોટા બાઉલમાં નાખો. રાજગરાનો આટો, ચમચી જીરું, મરચાં, કોથમીર અને નારિયેળ ઉમેરો. ઉપરાંત બટેટા, દહીં અને મીઠું ઉમેરો.

સાબુદાણાના ચીલા

સાબુદાણાના ચીલા


સામગ્રી: ૧ કપ સાબુદાણા, અડધો કપ મગફળી, પા કપ રાજગરાનો આટો, ૧ ચમચી જીરું, ૨ મરચાં બારીક સમારેલાં, ૨ ચમચી કોથમીર સમારેલી, ૨ ચમચી નારિયેળ છીણેલું, ૧ બટાટો બાફેલું અને છૂંદેલું, પોણો કપ દહીં, ૧ ચમચી મીઠું, ૧ કપ પાણી, શેકવા માટે તેલ.

બનાવવાની રીત: સૌથી પહેલાં એક પૅનમાં ૧ કપ સાબુદાણા અને અડધો કપ મગફળી લો.



મગફળી કરકરી થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર શેકો. સંપૂર્ણપણે ઠંડું કરો અને બારીક પાઉડરમાં પીસી લો. સાબુદાણા, મગફળીનો પાઉડર એક મોટા બાઉલમાં નાખો. રાજગરાનો આટો, ચમચી જીરું, મરચાં, કોથમીર અને નારિયેળ ઉમેરો. ઉપરાંત બટેટા, દહીં અને મીઠું ઉમેરો. એક કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરીને બૅટર બનાવો. દસ મિનિટ માટે ઢાંકીને રાખો અથવા સાબુદાણા સારી રીતે પલળી જાય ત્યાં સુધી રાખો. હવે આ બૅટરથી તમે ચીલા અથવા ઇડલી પ્લેટમાં દસ મિનિટ માટે સ્ટીમ કરી શકો છો. દહીં પર શેકેલું જીરું ભભરાવીને અથવા નારિયેળ-મગફળીની ચટણી સાથે પીરસો.


-મંજરી સિદ્ધાર્થ ઉદેશી


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK