અહીં શીખો કઈ રીતે બનાવવા શિંગોડા, અડદ, ઘઉંના લાડુ
શિંગોડા, અડદ, ઘઉંના લાડુ
સામગ્રી: શિંગોડાનો લોટ ૨૫૦ ગ્રામ, અડદનો લોટ ૨૫૦ ગ્રામ, ઘઉંનો લોટ ૨૫૦ ગ્રામ, કાજુના ટુકડા ૫૦ ગ્રામ, બદામના ટુકડા ૫૦ ગ્રામ, પિસ્તાના ટુકડા ૫૦ ગ્રામ, ગુંદર ૧૦૦ ગ્રામ, સૂંઠ પાઉડર ૧૦૦ ગ્રામ, ગોળ ૭૫૦ ગ્રામ, દેશી ઘી ૭૫૦ ગ્રામ
રીત: સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવું. પછી અડદનો લોટ, ઘઉંનો લોટ શેકી લેવો ૩ મિનિટ સુધી. પછી શિંગોડાનો લોટ નાખી ૨ મિનિટ સુધી શેકી લેવો. ત્યાર બાદ એમાં ગુંદર, સૂંઠ પાઉડર અને ડ્રાયફ્રૂટ નાખીને સતત હલાવતા રહેવું. પછી ગૅસ પરથી કડાઈ નીચે ઉતારીને એમાં સમારેલો ગોળ નાખી બરાબર મિક્સ કરી લેવું. મિશ્રણ ગરમ હોય ત્યારે જ એના લાડવા વાળી લેવા.
ADVERTISEMENT
- ગુંજન ગિરીશ દેઢિયા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)

