Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી

Published : 29 July, 2026 07:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરે જ સુરતી સ્ટાઇલની સ્વાદિષ્ટ માવાની ઘારી બનાવવાની સરળ રીત જાણો. મેંદાના બહારના પડ, માવો, ડ્રાયફ્રૂટ્સ, કેસર અને ઘીના કોટિંગથી તૈયાર થતી આ પરંપરાગત ગુજરાતી મીઠાઈ તહેવારો અને ખાસ પ્રસંગો માટે એકદમ પરફેક્ટ છે.

સુરતી ઘારી

સુરતી ઘારી


સામગ્રી : બહારના પડ માટે : મેંદો ૧૫૦ ગ્રામ, ઘી બે ટેબલસ્પૂન (મોણ માટે), જરૂર મુજબ પાણી, તળવા માટે ઘી અથવા તેલ
સ્ટફિંગ માટે : માવો ૨૦૦ ગ્રામ, દળેલી ખાંડ ૧૦૦ ગ્રામ, બદામ (કાપેલી) ૨૦ ગ્રામ, પિસ્તા (કાપેલા) ૧૫ ગ્રામ, ચારોલી ૧૦ ગ્રામ, એલચી પાઉડર ૧/૨ ટીસ્પૂન, જાયફળ પાઉડર ૧/૪ ટીસ્પૂન, કેસર થોડું (એક ટેબલસ્પૂન ગરમ દૂધમાં પલાળેલું)
કોટિંગ માટે : ઘી ૧૦૦ ગ્રામ (ઓગાળેલું), પીસેલી ખાંડ ૫૦ ગ્રામ, કેસર થોડી, પિસ્તા અને બદામની કતરણ સજાવવા માટે 
બનાવવાની રીત : લોટ તૈયાર કરો : મેંદામાં ઘીનું મોણ નાખીને સારી રીતે મિક્સ કરો. થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. ભીના કપડાથી ઢાંકીને વીસથી ૩૦ મિનિટ રહેવા દો.
સ્ટફિંગ બનાવો : માવાને ધીમા તાપે ચાર-પાંચ મિનિટ હલાવતા શેકો. ઠંડું થાય પછી એમાં પીસેલી ખાંડ, એલચી, જાયફળ, કેસરનું દૂધ, બદામ, પિસ્તા અને ચારોલી ઉમેરીને મિક્સ કરો. નાના ગોળા બનાવી રાખો.
ઘારી તૈયાર કરો : લોટના નાના લૂઆ બનાવીને પૂરી જેવી વણો. વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકીને ચારેય બાજુથી બંધ કરો. હળવા હાથે દબાવીને ઘારીનો આકાર આપો. 
તળો : મધ્યમ તાપે ઘી અથવા તેલ ગરમ કરો. ઘારીને ધીમા-મધ્યમ તાપે આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી તળો. બહાર કાઢીને ઠંડી થવા દો.
ઘી કોટિંગ : ઓગાળેલા ઘીમાં કેસર મિક્સ કરો. તળેલી ઘારીને ઘીમાં ડુબાડીને બહાર કાઢો. ઉપર પીસેલી ખાંડ ભભરાવો. બદામ અને પિસ્તાની કતરણથી સજાવો. સર્વિંગ-પ્લેટમાં ઘારી ગોઠવો. ઉપર બદામ, પિસ્તા, ચારોસી અને ગુલાબની પાંખડીઓથી સજાવો. ઘારીને પીરસતાં પહેલાં એક-બે કલાક સેટ થવા દો જેથી એનો સ્વાદ વધુ સરસ લાગે.   


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK