Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : મગ-રાઇસનાં વૉફલ્સ

આજની રેસિપી : મગ-રાઇસનાં વૉફલ્સ

Published : 08 September, 2026 02:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાફેલા મગ અને ભાતમાંથી બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી વૉફલ્સ. મસાલેદાર મગ-ભાતના મિશ્રણથી તૈયાર આ વૉફલ્સને દહીં, આમલી-ખજૂરની ચટણી, સેવ અને દાડમથી ગાર્નિશ કરીને સર્વ કરો.

આજની રેસિપી : મગ-રાઇસનાં વૉફલ્સ

આજની રેસિપી : મગ-રાઇસનાં વૉફલ્સ


સામગ્રી : ૧ કપ બાફેલા મગ, ૧ કપ રાંધેલો ભાત, ૧ નાની ચમચી રાઈ, ૧ નાની ચમચી હિંગ, ૨ મોટી ચમચી લાલ મરચું પાઉડર, ૧ નાની ચમચી ધાણાજીરું પાઉડર, ૨ નાની ચમચી જીરું પાઉડર, ૨ નાની ચમચી હળદર પાઉડર, ૧ નાની ચમચી આમચૂર પાઉડર, ૧ નાની ચમચી તેલ, ૧ મોટી ચમચી ચોખાનો લોટ, ૨ મોટી ચમચી ઘઉંનો લોટ, ૧ મોટી ચમચી સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું.
ગાર્નિશિંગ માટે : દહીં, આમલી-ખજૂરની ચટણી, સેવ અને દાડમના દાણા.
બનાવવાની રીત : એક પૅનમાં તેલ ગરમ કરીને એમાં રાઈ અને હિંગનો વઘાર કરો. હવે એમાં ૧ મોટી ચમચી લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ૧ નાની ચમચી જીરું પાઉડર, ૧ નાની ચમચી હળદર પાઉડર, આમચૂર પાઉડર અને બાફેલા મગ ઉમેરો. થોડું પાણી ઉમેરીને 
મગને થોડી મિનિટો સુધી મિક્સ કરીને ચડવા દો. મગ સહેજ ઠંડા થાય એટલે એમાં રાંધેલો ભાત ઉમેરો. ત્યાર બાદ એમાં બાકી રહેલો ૧ મોટી ચમચી લાલ મરચું પાઉડર, ૧ નાની ચમચી હળદર પાઉડર, ૧ નાની ચમચી જીરું પાઉડર, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું અને સફેદ તલ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો. હવે વૉફલ-મેકર ગરમ કરો (અથવા પૅન પર પૅનકેકની જેમ ફેલાવો). વૉફલ્સ 
સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી દહીં, આમલીની ચટણી, સેવ અને દાડમના દાણા ઉમેરી ગાર્નિશ કરીને સર્વ કરો.

-કરિશ્મા મહેતા


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK