Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આમ બટાટા ખાઓ તો હેલ્ધી અને તેમ ખાઓ તો અનહેલ્ધી

આમ બટાટા ખાઓ તો હેલ્ધી અને તેમ ખાઓ તો અનહેલ્ધી

Published : 08 January, 2026 02:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યસ, થોડુંક અજુગતું લાગી શકે પરંતુ ન્યુટ્રિશનિસ્ટ દ્વારા તાજેતરમાં દુનિયામાં સૌથી વધુ ખવાતા આ કંદમૂળને ખાવાની સાચી રીત વિશે ચર્ચા થઈ છે; એના વિશે જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મોટી ઉંમરે શરીર ઘસાઈ જાય છે એને કારણે જુદા-જુદા રોગ થાય છે, જેમાંનો એક રોગ એટલે આર્થ્રાઇટિસ. આર્થ્રાઇટિસને આપણે સાદી ભાષામાં સંધિવા કહીએ છીએ છે જેનો સીધો અર્થ સ્નાયુમાં આવતો સોજો કરી શકાય. શરીરના અલગ-અલગ સ્નાયુઓ પર અલગ-અલગ કારણોસર સોજો આવે અને એને લીધે દુખાવો થાય, એ સ્નાયુઓનું હલનચલન મુશ્કેલ બનતું જાય તે પરિસ્થિતિ એટલે જ સંધિવા કે આર્થ્રાઇટિસ. આ રોગ વિશે સમજવાની બાબત એ છે કે ઉંમર થાય એમ વ્યક્તિને ખભા, ગરદન, ઘૂંટણ, કોણી જેવા સાંધાઓમાં નાની-મોટી તકલીફો શરૂ થઈ જતી હોય છે. આ તકલીફો જેવી શરૂ થાય એવી જ એને ઓળખીને એનો ઇલાજ શરૂ કરી દઈએ તો ઘણો ફાયદો થાય છે. ઉંમર સાથે આવતો આર્થ્રાઇટિસ ઉંમરની સાથે વધતો પણ જાય છે. પણ આ વધવાની સ્પીડ દરેકની જુદી-જુદી હોય છે. આપણે જે કામ કરવાનું છે એ છે આ સ્પીડ પર.

મારી પાસે દિવસના અઢળક દરદીઓ આવે છે જે એ વાતથી ડિસ્ટર્બ થઈ ગયા હોય છે કે તેમને આર્થ્રાઇટિસ આવી ગયો. એનું નિદાન આવે એટલે લોકો દુખી થઈ જતા હોય છે. તેમને લાગે છે કે તેમની એજિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ. પરંતુ હકીકત એ છે કે એજિંગનું તમે કંઈ કરી જ ન શકો. એ એક એવી રિયલિટી છે જેનો તમારે સામનો કરવો જ રહ્યો. પરંતુ એ ચોક્કસ છે કે એને લીધે જે તમને દુખાવો રહે છે જેને કારણે રોજિંદાં કામો અટકે છે એ ન થવું જોઈએ તો એ દુખાવા માટે આપણે કંઈક કરી શકીએ. મેડિકલ સાયન્સની મદદથી દુખાવાથી રાહત ચોક્કસ પૂરેપૂરી મળે અને બીજું એ કે ધ્યાન રાખવાનું છે કે આ રોગ આગળ ઝડપથી ન વધે. એને જેટલો તમે રોકી શક્યા એટલી એ સાંધાની સર્જરી કે ની-ટ્રાન્સપ્લાન્ટ મોડા આવશે કે કદાચ આવે જ નહીં.



ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ અને રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ એ બન્ને પ્રકાર આર્થ્રાઇટિસના મુખ્ય પ્રકારો ગણાય. રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસમાં મુખ્ય ઇલાજ દવાઓ છે. એમાં ૭૦ ટકા દવાઓ અને ૩૦ ટકા એક્સરસાઇઝ અસર કરે છે. જ્યારે ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ જે ઉંમર સાથે આવે છે એમાં ૧૦૦ ટકા એક્સરસાઇઝ જ કામ કરે છે. એમાં પણ રોગ આવે એ પહેલેથી જો તમે આ એક્સરસાઇઝ કરતા હો તો રોગ આવે જ નહીં અને રોગ આવ્યાની શરૂઆતમાં જો તમે એક્સરસાઇઝ કરતા હો તો રોગ આગળ ઝડપથી વધતો અટકે છે. એટલે આ રોગમાં મુખ્ય ઇલાજ એક્સરસાઇઝ છે. આ રોગની જો શરૂઆત હોય તો એના ઇલાજમાં દવાઓ કરતાં પણ વધુ મહત્ત્વ એક્સરસાઇઝનું છે.


આ છે સંપૂર્ણ અનહેલ્ધી

ફ્રેન્ચ ફ્રાઇસ કે ટિક્કીના ફૉર્મમાં ડીપ ફ્રાય કરેલા બટાટા બધી જ રીતે અનહેલ્ધી છે. તેલમાં ઊંચા તાપે તળવાથી બટાટામાંથી એક્રીલામાઇડ નામનું હાનિકારક કેમિકલ ઉત્પન્ન થાય છે જે ખરાબ કૉલેસ્ટરોલ વધારે છે. બટાટાને ચીઝ, ક્રીમ વગેરે સાથે ખાવાથી પણ એ અનહેલ્ધી પર્યાય બની જાય છે.


યાદ રહે આ બે વાત

બટાટાની છાલમાં ફાઇબર, પોટૅશિયમ અને વિટામિન Cનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે એટલે છાલ સાથે જ ખાવા. 
બાફેલા કે બેક કરેલા બટાટાને ખાતાં પહેલાં ઠંડા કરીને ખાવાથી વધુ લાભકારી છે. ઠંડા થવાથી એનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઘટે છે અને પાચનમાં સુધારો થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2026 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK