Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > COVID-19ના સંક્રમણમાં હૉસ્પિટલાઇઝેશન અને મહત્વની દવાઓ વિશે ડૉક્ટર્સનું આ કહેવું છે

COVID-19ના સંક્રમણમાં હૉસ્પિટલાઇઝેશન અને મહત્વની દવાઓ વિશે ડૉક્ટર્સનું આ કહેવું છે

31 May, 2021 05:54 PM IST | Mumbai
Anuka Roy

આ સંજોગોમાં ટેમ્પલ યુનિવર્સિટી હૉસ્પિટલના ડૉ. સમીપ સહેગલે મિડ-ડે સાથે વાત કરી અને પોઝિટીવ ટેસ્ટ આવનારાઓને જે પ્રશ્નો સતત સતાવે છે તેના જવાબ આપ્યા

પ્રતીકાત્મક તસવીરm-  સૈયદ સમીર અબેદી

પ્રતીકાત્મક તસવીરm- સૈયદ સમીર અબેદી


દેશમાં કોરોનાવાઇરસનું બીજું વેવ પુરજોશમાં ચાલી રહ્યું છે, કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ સુધરી છે છતાં પણ રોગચાળાની પકડ વધુ મજબુત થવાનો ડર પણ સતત રહે તો છે. વળી Covid-19ને લગતા અમુક પ્રોટોકોલ્સને કારણે લોકોમાં બહુ ગુંચવણ રહે છે. આ સંજોગોમાં ટેમ્પલ યુનિવર્સિટી હૉસ્પિટલના ડૉ. સમીપ સહેગલે મિડ-ડે સાથે વાત કરી અને પોઝિટીવ ટેસ્ટ આવનારાઓને જે પ્રશ્નો સતત સતાવે છે તેના જવાબ આપ્યા. અહીં કાળજી, હૉસ્પિટલાઇઝેશન અને પ્રિસ્ક્રિપ્શન અંગેની કેટલીક માન્યતાઓ અંગે તેમણે સ્પષ્ટતા કરી.



                                                                                                                                   ડૉ. સમીપ સહેગલ


અમક રિપોર્ટ્સમાં કહેવાય છે કે આરટી-પીસીઆર ટેસ્ટ B.1.617 વેરિયન્ટને હંમેશા ડિટેક્ટ નથી કરતો. આ સંજોગોમાં જેમને તેના લક્ષણો હોય તેમણે શું કરવું?

કોઇપણ પ્રકારના વાઇરસ કે વેરિયન્ટ્સ માટે ટેસ્ટ સોએ સો ટકા સચોટ નથી હોતા. કોવિડનો પીસીઆર ટેસ્ટ ફોલ્સ નેગેટિવ પણ હોઇ શકે છે જેનો અર્થ એમ કે દર્દીને કોવિડ છે છતાં પણ ટેસ્ટ નેગેટિવ આવે છે. જ્યારે ટેસ્ટ વ્યસ્થિત રીતે કરવામાં આવે (કલેક્શન, સ્ટોરેજ અને ટેસ્ટિંગ)  ત્યારે આવું ભાગ્યે જ થાય છે, અંદાજે પાંચ ટકા કેસિઝમાં. મને એવા કોઇ ક્રેડિબલ ડેટાની જાણકારી નાથી જેમાં વર્તમાન સમયમાં જે રીતે ટેસ્ટ કરાય છે તેમાં ક્યાંય પણ  B.1.617 ડિટેક્ટ ન થતો હોય.


ભારતમાં કોમ્યુનિટી સ્પ્રેડ બહુ વધારે છે માટે ઇન્ફેક્શનનું જોખમ પણ વધુ રહે છે.  જેને પણ કોમ્પેટિબલ લક્ષણો હોય તેમણે પોતાની જાતને કોવિડ પોઝિટવ ગણીને જરૂરી પગલાં લેવા જોઇએ જેથી તેનો ચેપ ફેલાય નહીં, પછી ભલે પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવ્યું હોય. ઘણીવાર 1-2 દિવસના અંતરે જ રિપીટ ટેસ્ટ કરી શકાય છે.  સેલ્ફ-આઇસોલેશન એ ચેપ અટકાવવાનો સૌથી સારો રસ્તો છે.

Covid-19નના દર્દીઓએ સીટી સ્કેન કરાવવું જરૂરી છે? સીટી સ્કેન રિપોર્ટ અને આરટી-પીસીઆરમાં સીટી વેલ્યુ વચ્ચે શું ફેર હોય છે?

જ્યારે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોય, ઑક્સિજન લેવલ નીચું હોય અથવા ન્યુમોનિયાનો ડર હોય ત્યારે ચેસ્ટ સીટી સ્કેન જરૂરી છે. મોટાભાગનાં દર્દીઓ જેમને કોવિડ હોય છે તે બધાને જ ફેફસાંમાં સમસ્યા નથી થતી અને માટે સીટી સ્કેન જરૂરી નથી. તમારા લક્ષણ મંદ હોય, શ્વાસ લેવામાં સમસ્યા ન હોય તો ચેસ્ટ સીટી સ્કેનની જરૂર નથી. જો ડૉક્ટરને કોવિડ સંબંધીત શ્વાસની તકલીફની શંકા હોય તો તે તેમને ચેસ્ટ સીટી સ્કેન કરાવવાની સૂચના આપી શકે છે વળી એમા જો તમારો પીસીઆર નેગેટિવ હોય તો કોવિડ ન્યુમોનિયા અંગે પણ સ્પષ્ટ તારણ મળી શકે છે.

સાયક થ્રેશહોલ્ડ (સીટી) અમુક પીસીઆર ટેસ્ટમાં હોય ચે. તે દર્શાવી શકે છે કે લીધેલા નમુનામાં વાઇરલ આરએનએ સ્તર કેટલું છે. જો સીટીની વેલ્યુ ઓછી હોય તો  વાઇરલ સ્તર ઊંચું છે તેમ સમજવું. દર્દીની સારવારમાં તેની મર્યાદિત ઉપયોગિતા છે અને માટે તેના આધારે સારવારના નિર્ણય નથી લેવાતા.

કયા તબક્કે દર્દીએ હૉસ્પિટલમાં દાખલ થવું જોઇએ ?

જે દર્દીઓને મંદ લક્ષણ હોય તેમણે હૉસ્પિટલમાં દાખવ થવાની જરૂર નથી અને તેઓ ઘરે જ સાજા થઇ શકે છે.  શ્વાસ લેવામા તકલીફ પડે, છાતીમાં દુખાવો હોય, ઑક્સિજન સેચ્યુરેશન 92 ટકાથી ઓછું હોય અને ઘરે પોતાની કાળજી ન લઇ શકાય તેમ હોય તો જ હૉસ્પિટલાઇઝેશન જરૂરી છે.

ધી લાન્સેટમાં આવેલા એક તારણમાં એવી વાત હતી કે કોવિડ -19ના રોગચાળા પાછળ SARS-CoV-2વાઇરસ જ કારણ છે, જે હવાથી ફેલાય છે. નીતિ આયોગના ડૉ. વીકે પૉલે સુચવ્યું છે ઘરે પણ માસ્ક પહેરવું જરૂરી છે, આ અંગે શું કહેશો?

કોવિડ એરબોર્ન વાઇરસ લાગે છે, આ અંગેના પુરાવા ઘણા મહિનાઓથી મળી રહ્યા છે. તમે જેની સાથે રહેતા ન હો તેવી વ્યક્તિ આસપાસ હોય તો માસ્ક પહેરવું જોઇએ પછી તમે તેમને તમારા ઘરમાં મળતા હો કે બહાર મળતા હો. તમારા પોતાના ઘરમાં, પોતાના કુટુંબના લોકોની હાજરીમાં માસ્ક પહેરવાની જરૂર નથી.  એન95 અને કેએન95 માસ્ક પુરતી સુરક્ષા આપે છે, પહેલાં સર્જિકલ માસ્ક અને તેની ઉપર કાપડનું માસ્ક હશે તો પુરતું છે.  કાં તો એન95 માસ્ક વાપરો અથવા તો ડબલ માસ્કિંગ કરો જેમાં બે સર્જિકલ માસ્ક અથવા એક સર્જિકલ અને એક કાપડનું માસ્ક રાખો. માસ્ક બરાબર બંધબેસતું હોય તે જરૂરી છે.

Covid-19ના દર્દીઓનો એસઓપી શું હોવો જોઇએ, જે ઘરે જ લક્ષણોની સારવાર લઇ રહ્યાં હોય?

  • આ દરેક વ્યક્તિની અલગ અલગ સ્થિતિને આધારે હોય છે. હાઇ રિસ્ક પેશન્ટ હોય, 60થી વધુ વયના તેમની વધુ કાળજી લેવાય તે જરૂરી છે.
  • દર્દીને અને ઘરનાં બીજા લોકોએ આઇસોલેશન પાળવું, જે પણ ક્લોઝ કોન્ટેક્ટમાં છે તે કોવિડ પૉઝિટવ હશે તેમ માનીને જ તકેદારી રાખવી અને આમ એકબીજાને ચેપ પણ નહીં લાગે.
  • ચેપ વધુ તીવ્ર બનતો હોય તો તેની પર નજર રાખો જેમ કે શ્વાસમાં તકલીફ, ઑક્સિજન સેચ્યુરેશન નીચે જવું, ઉલટી, ઝાડા, તાવ, છાતીમાં દુખાવો વગેરે સંજોગોમાં ડૉક્ટરનો સંપર્ક કરો અથવા હૉસ્પિટલ જાવ.
  • તાપમાન માપ્યા કરો, હાર્ટ રેટ અને ઑક્સિજન સેચ્યુરેશન પણ ઘરે માપતા રહો. આ તમામ દિવસમાં બે વાર માપવા જોઇએ.
  • મોટાભાગનાં દર્દીઓએ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી હોતી અને ઘરે સાજા થઇ શકે છે પણ તેમને જરૂરી પેરાસિટમોલ, પ્રવાહી અને આરામની જરૂર હોય છે.
  • સ્ટિરોઇડ, એન્ટિબાયોટિક્સ, એન્ટિવાઇરલ અને વિટામિનનો હાઇ ડોઝ આ મંદ લક્ષણોમાં જરૂરી નથી અને વધુ પડતી દવાઓથી નુકસાન પણ થઇ શકે છે.

કોવિડ પૉઝિટીવ દર્દીઓ માટે સ્ટિરોઇડની સારવારની ઘણી ચર્ચા છે, તે જરૂરી છે કે નુકસાન કરે છે?

કોવિડ 19 ધરાવતા દર્દીઓને સ્ટિરોઇડ્ઝ ત્યારે જ અપાય છે જ્યારે તેમને ન્યુમોનિયા હોય અથવા ઑક્સિજનનું સ્તર બહુ ઓછું હોય. મંદ લક્ષણો વાળા દર્દીઓને સ્ટિરોઇડથી કોઇ લાભ નથી થતો પણ નુકસાન થઇ શકે છે, અને માટે તે ટાળવા જોઇએ.

રેમડેસિવીર અથવા તો ફેવિપ્રિવિર જેવી દવાઓ અને પ્લાઝ્મા ટ્રીટમેન્ટની માંગ ભારતમાં વધી છે. આ સારવાર અંગેના પુરાવાઓ શું છે?

રેમડેસિવીર ત્યારે જ કામ લાગે છે જ્યારે દર્દીને ચેપનો શરૂઆતી તબક્કો હોય, તે હૉસ્પિટલમાં હોય અને ઑક્સિજન લેવલ ઓછુ હોય.

ફેવિપ્રિવિરના ઉપયોગ અંગે કોઇ વિગતવાર રિસર્ચ નથી. તેની ઉપયોગિતા અંગે વધુ સંશોધન કરવા પડશે અને અમે દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ નથી કરતા.

પ્લાઝ્મા થેરપી અંગેના અમુક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે તેનાથી દર્દીઓને કોઇ ફેર પડતો નથી અને હવે દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ નથી થતો. હુ કોવિડ પેશન્ટ્સમાં પ્લાઝ્મા ચેક કરવા અંગે અને તે ડોનેટ કરવા માટે વપરાતા રિસોર્સિઝનો વિરોધી છું.

Covid-19 પૉઝિટીવનો દર્દી સાજો થાય પછી વેક્સિનેશન ક્યારે કરાવી શકે?

રિકવરીના 4-6 અઠવાડિયા પછી વેક્સિનેશન કરાવી શકાય. જો મોનોક્લોનલ એન્ટિબોડિઝ મળ્યા  હોય જે ભારતમાં હમણાં ઉપલબ્ધ નથી તો 90 દિવસ રાહ જોવી જોઇએ.

રોગચાળાના સમયમાં ઇલેક્ટિવ સર્જરી સલાહપ્રદ છે? જો કરવી પડે તો શું યાદ રાખવું.

ઇલેક્ટિવ સર્જરી કેટલી ઇલેક્ટિવ છે તે, કેટલી અનિવાર્ય છે તે જોવું રહ્યું અને ડૉક્ટર સાથે તેની પ્રક્રિયાની ચર્ચા કરવી જોઇએ. કોવિડના જોખમને ગણતરીમાં લેવું તો પડે અને તેને આધારે સંતુલિત નિર્ણય લેવો રહ્યો. કોસ્મેટિક સર્જરી ટાળી શકાય પણ ગોલ બ્લેડર કાઢવાની સર્જરી કદાચ તાકીદે કરવી પડે. સર્જરી કેટલી જરૂરી છે તેને આધારે નક્કી કરવું.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2021 05:54 PM IST | Mumbai | Anuka Roy

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK