તમારી ભૂખ અનુસાર હળવો, પાતળો, ગરમ અને ઓછી માત્રામાં તેલ અથવા ઘી સાથે તાજો આહાર લેવાથી એ બીમારીઓને દૂર રાખે છે.
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે લસણ અને કાંદાને તેલમાં ઊંચી આંચ પર સાંતળવાથી એ ભોજનમાં ટ્રાન્સફૅટનો ઉમેરો કરે છે જે લાંબા ગાળે હાર્ટ-અટૅક માટે જવાબદાર છે. જોકે આયુર્વેદમાં તો આ બધી વાતો હજારો વર્ષ પહેલાં કહેવામાં આવી છે. કુકિંગમાં કેવી ભૂલો ન કરવી અને કઈ રીતે રસોઈ બનાવવી જેથી ભોજનમાં રહેલાં પોષક તત્ત્વોનો હાઇએસ્ટ ઉપયોગ કરી શકાય. એ વિશે આજે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ