હાઈ નેટ વર્થ અને અલ્ટ્રા હાઈ નેટ વર્થ ધરાવતી મોટા ભાગની વ્યક્તિઓ આતુર છે ઇન્વેસ્ટ કરવા
પ્રતીકાત્મક તસવીર
ભારતના આર્થિક વિકાસમાં વિશ્વાસ મજબૂત છે અને ૬૨ ટકા હાઈ નેટ વર્થ (HNI) અને અલ્ટ્રા હાઈ નેટ વર્થ (UHNI) વ્યક્તિઓએ આગામી ૧૨થી ૨૪ મહિનામાં દેશમાં લક્ઝુરિયસ પ્રૉપર્ટી ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે એમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
શ્રીમંત ખરીદદારો માને છે કે ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો વૃદ્ધિદર ૬ ટકાથી ૬.૫ ટકા વચ્ચે રહેવાનો અંદાજ છે એમ ઇન્ડિયા સૉધબી ઇન્ટરનૅશનલ રિયલ્ટી (ISIR) દ્વારા કાઢવામાં આવેલા વાર્ષિક લક્ઝરી રેસિડેન્શિયલ આઉટલુક સર્વે 2025માં જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભારતમાં અલ્ટ્રા હાઈ નેટ વર્થ વ્યક્તિઓની સંખ્યા ૨૦૨૪માં ૧૩,૬૦૦ પર પહોંચી છે જેમાં ૨૦૨૮ સુધીમાં ૫૦ ટકાનો વધારો થવાનો અંદાજ છે.
કૅપિટલ ઍપ્રિસિએશન થવાથી HNI અને UHNI વ્યક્તિઓ રિયલ એસ્ટેટમાં લક્ઝરી રેસિડેન્શિયલ પ્રૉપર્ટીમાં રોકાણ કરતા હોય છે. આ વર્ષે પંચાવન ટકા લોકોએ આ કારણથી રોકાણ કરવાની ઇચ્છા જતાવી છે, જ્યારે ૨૦૨૪માં ૪૪ ટકા લોકોએ આ રીતે રોકાણ કરવાનું મુનાસિબ માન્યું હતું.
સર્વેક્ષણમાં એમ પણ જાણવા મળ્યું હતું કે સેકન્ડ હોમ કે હૉલિડે હોમમાં લોકોની રુચિ વધી રહી છે. ૫૪ ટકા લોકો પહાડ કે બીચ પર પરની પ્રૉપર્ટી પર ફોકસ કરે છે.
વળી સેકન્ડ હોમ કે હૉલિડે હોમ ખૂબ દૂર હોવાનું લોકો પસંદ કરતા નથી, આ ઘર ચારેક કલાકની ડ્રાઇવ પર દૂર હોય એમ પંચાવન ટકા લોકો માને છે. ૨૦ ટકા લોકો ઇન્ટરનૅશનલ લોકેશન પસંદ કરે છે.