Mast Rahe Mann: નિરા પટેલે ફોબિયા અને ભય વચ્ચેનો તફાવત, ફોબિયાની શરૂઆત કેવી રીતે થાય છે અને ફોબિયામાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે, તે બાબતે જણાવ્યું હતું. જેથી આજના એપિસોડમાં આપણે જાણીશું ફોબિયા માટેની સારવાર અને તે બાબતે લોકો શું વિચારે છે.
સાયકૉલૉજિસ્ટ નિરા પટેલ (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)
અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મૅન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્ક્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી-ટૅક્નોલોજીનો, બીજો ટી-ટ્રાન્સફોર્મેશનનો અને આ બન્ને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત કોઈની સામે સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે વધુ એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકૉલૉજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું! ‘મસ્ત રહે મન’ના પહેલાના એક એપિસોડમાં સાયકોલોજીસ્ટ નિરા પટેલે ફોબિયા એટલે કે એક એવા પ્રકારનો ભય જેની તેનાથી પીડિત લોકોના મનમાં ખૂબ જ ઊંડી અસર પડે છે.
નિરા પટેલે ફોબિયા અને ભય વચ્ચેનો તફાવત, ફોબિયાની શરૂઆત કેવી રીતે થાય છે અને ફોબિયામાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે, તે બાબતે જણાવ્યું હતું. જેથી આજના એપિસોડમાં આપણે જાણીશું ફોબિયા માટેની સારવાર અને તે બાબતે લોકો શું વિચારે છે.
ADVERTISEMENT
ફોબિયાને કાબૂ કરવું છે શક્ય
સાયકોલોજીસ્ટ નિરા પટેલ કહે છે કે “ફોબિયાની સારવાર શક્ય છે, પણ જ્યારે પીડિત વ્યક્તિ તે માટે રાજી હોય, પરંતુ ઘણા કિસ્સાઓમાં લોકો તેમના ફોબિયાનો ઈલાજ કરાવવા માટે તૈયાર થતાં નથી. દા.ત. જો કોઈ વ્યક્તિને પાણીનો ફોબિયા હોય તો તેની એક પ્રક્રિયા હોય છે. જેમાં આ ભયને દૂર કરવા તેઓ ધીમે ધીમે આગળ વધે છે. જેમ કે સ્વિમિંગ ક્લાસ જોઇન કરે છે અને ધીરે ધીરે તેમના ફોબિયાને કંટ્રોલ કરે છે. આ સાથે કેટલીક દવાઓ પણ હોય છે, જોકે તે માત્ર વ્યક્તિને ઘેનમાં રાખે છે જેથી તે ઈલાજ ન કહીં શકાય.
લોકોને ફોબિયાને દૂર કરવાને બદલે તેની સાથે જીવવું વધુ સહેલું લાગે છે, જે કોઈ ઉપાય નથી. કારણ કે આ ભય લોકોના જીવન પર મોટી અને ઊંડી અસર પાડે છે. ફોબિયાને કાબૂમાં કરવા માટે હિપ્નોથેરેપી અને તેની સાથે ડિસેન્સિટાઇઝેશન જેવી પ્રક્રિયા દર્દીઓ માટે વાપરવામાં આવે છે. જોકે ઉલ્લેખનીય છે કે ફોબિયા પૂર્ણપણે દૂર થઈ શકે તેવી શક્યતા ખૂબ જ ઓછી હોય છે.

