Ravindra Jadeja Pushpa Style: પોતાની કારમાં જબરદસ્ત એન્ટ્રી કરીને જાડેજાએ અલ્લુ અર્જુનની પુષ્પાની પ્રખ્યાત દાઢી પર હાથ ફેરવવાવાળી સ્ટાઈલમાં પોઝ આપ્યો અને પછી ફિલ્મથી પ્રેરિત એક શક્તિશાળી સંવાદ બોલ્યો.
રવિન્દ્ર જાડેજાનો પુષ્પા અવતાર
અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’એ એવી સફળતા મેળવી હતી કે ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આઇકોન સ્ટાર અલ્લુ અર્જુને પોતાની સ્ટાઈલ અને સ્વૅગથી બધાને પોતાના દિવાના બનાવી દીધા હતા. ફિલ્મમાં અલ્લુ અર્જુને ભજવેલું પુષ્પરાજનું પાત્ર આજે એક મોટું બ્રાન્ડ બની ગયું છે, અને હવે તેનો જાદુ ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહ્યો છે. પુષ્પરાજ પ્રત્યેનો ક્રેઝ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ બતાવ્યો હતો, અને તેની સ્ટાઈલ કરી બતાવી હતી.
તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે સંપૂર્ણપણે પુષ્પરાજના રંગમાં રંગાયેલો દેખાઈ રહ્યો છે. પોતાની કારમાં જબરદસ્ત એન્ટ્રી કરીને જાડેજાએ અલ્લુ અર્જુનની પુષ્પાની પ્રખ્યાત દાઢી પર હાથ ફેરવવાવાળી સ્ટાઈલમાં પોઝ આપ્યો અને પછી ફિલ્મથી પ્રેરિત એક શક્તિશાળી સંવાદ બોલ્યો. ખાસ વાત એ હતી કે તેણે ગર્વથી પોતાની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની જર્સી નંબર 8 બતાવી અને પોતાને ‘જડ્ડુ’ બ્રાન્ડ છે એમ કહ્યું, જેમ પુષ્પરાજ એટલે કે અલ્લુ અર્જુને ફિલ્મમાં પોતાને એક બ્રાન્ડ કહ્યો હતો.
ADVERTISEMENT
રવિન્દ્ર જાડેજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો જાડેજાની જબરદસ્ત એન્ટ્રી અને અલ્લુ અર્જુનની પુષ્પા સ્ટાઇલના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે ‘પુષ્પા 2: ધ રૂલ’નો સ્વેગ ફિલ્મના દર્શકો સાથે મોટા હવે દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે પણ લોકપ્રિય થઈ ગયો છે.
View this post on Instagram
આ વીડિયો ફરી એકવાર સાબિત કરે છે કે અલ્લુ અર્જુનનું સ્ટારડમ અને ‘પુષ્પા 2: ધ રૂલ’નો ક્રેઝ આખા દેશ અને દુનિયા પર છવાઈ ગયો છે અને તે વધી પણ રહ્યો છે. અલ્લુ અર્જુને પોતાના શક્તિશાળી અભિનય અને અદ્ભુત સ્ટાઈલથી જે સફળતા મેળવી છે તે ખરેખર પ્રશંસનીય છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ની શાનદાર સફળતાએ બૉક્સ ઑફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે, જેને પગલે ફિલ્મે અત્યાર સુધીમાં 1,800 કરોડ રૂપિયાથી વધુની કમાણી પણ કરી છે.
અલ્લુ અર્જુનનો પુષ્પરાજ અવતાર હવે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયો છે. સામાન્ય જનતા હોય કે કોઈ મોટી સેલિબ્રિટી, દરેક જણ આ પાત્રના સ્વૅગ અને સ્ટાઈલને અપનાવવા માટે ઉત્સુક રહે છે. અને હવે જ્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ પુષ્પરાજનો રંગ લાગ્યો છે, તો એમ કહેવું ખોટું નહીં હોય કે પુષ્પા 2: ધ રૂલના જાદુએ લોકોના મન અને હૃદય પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે.

