Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પ્રી-ટર્મ બેબીના ઉછેર અને પોષણ માટે જરૂરી છે તેમની વિશેષ કાળજી

પ્રી-ટર્મ બેબીના ઉછેર અને પોષણ માટે જરૂરી છે તેમની વિશેષ કાળજી

Published : 26 June, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રી-ટર્મ બેબી થોડાં નબળાં હોય છે, કારણ કે ગર્ભમાં તેમનો પૂર્ણ વિકાસ થઈ શક્યો નથી હોતો. આ બાળકોની નબળાઈને શરૂઆતમાં બાહ્ય પોષણ દ્વારા જ પૂરી કરવી પડે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


માના ગર્ભમાં બાળક પૂર્ણ રીતે ૯ મહિના એટલે કે ૩૬ અઠવાડિયાં સુધી રહે એ અત્યંત જરૂરી છે, કારણ કે એ ગર્ભમાં રહીને જ તેનો પૂર્ણ વિકાસ થાય છે. જોકે અમુક બાળકો ૩૬ અઠવાડિયાં માના ગર્ભમાં રહી શકતાં નથી જેને આપણે પ્રી-મૅચ્યોર બાળકો કહીએ છીએ. જોકે આમાં પણ જુદાં-જુદાં વર્ગીકરણો છે. ૩૪-૩૬ અઠવાડિયાં વચ્ચે જન્મનારાં બાળકો લગભગ નૉર્મલ જેવાં જ હોય છે. તેમને વધુ તકલીફ પડતી નથી. અમુક બાળકો એવાં પણ હોય છે જેઓ ૩૦-૩૪ અઠવાડિયાંની પ્રેગ્નન્સી દરમ્યાન જન્મે છે. આ બાળકોનું તો ખૂબ વધુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે જન્મ વખતે તેઓ માંડ ૯૦૦ ગ્રામ જેટલું વજન ધરાવતાં નબળાં હોય છે. એક ગ્રુપ એમાં એવું છે જે છે ૩૦-૩૪ અઠવાડિયાંની પ્રેગ્નન્સી દરમ્યાન જન્મતાં બાળકો. આ બાળકો મોટા ભાગે એકથી સવા કિલો જેટલું વજન ધરાવતાં હોય છે અને તેમને આવતાંવેંત જ નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ જેને NICU કહે છે એમાં રાખવામાં આવે છે. આ બાળકોને લગભગ એક મહિના જેવો સમય NICUમાં રાખવામાં આવે છે અને એ દરમ્યાન બાળકની એવી કાળજી લેવામાં આવે છે કે તેનો વિકાસ વ્યવસ્થિત થઈ શકે. આ બાળકોનો ઉછેર થોડો સંવેદનશીલ હોય છે.

પ્રી-ટર્મ બેબી થોડાં નબળાં હોય છે, કારણ કે ગર્ભમાં તેમનો પૂર્ણ વિકાસ થઈ શક્યો નથી હોતો. આ બાળકોની નબળાઈને શરૂઆતમાં બાહ્ય પોષણ દ્વારા જ પૂરી કરવી પડે છે. સામાન્ય રીતે તેમના સ્તનપાનમાં પણ શરૂઆતમાં તકલીફ થાય છે. આ શરૂઆતનો સમય તેઓ બાહ્ય પોષણ પર રહે છે. સામાન્ય બેબીનું પણ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ પ્રી-ટર્મ બેબીનું વધુ ધ્યાન રાખવાનું હોય છે કારણ કે એ તેમના માઇલસ્ટોન સુધી ન પહોંચે તો કોઈ કાયમી ખામી રહી જવાનો ડર રહેતો હોય છે. આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેને કારણે એક વખત માંદું પડ્યું તો ઠીક થવામાં આ બાળકોને ઘણો સમય લાગે છે. વળી પ્રી-ટર્મ બેબી સ્તનપાન કરતી વખતે એકધારું સ્તનપાન કરી નથી શકતાં અને તેમને દૂધ ચૂસવામાં પણ શરૂઆતમાં ખૂબ તકલીફ પડે છે જેને લીધે તેમનામાં પોષણની કમી જોવા મળે છે. આવાં બાળકોની માતા શરૂઆતથી જ માઇલસ્ટોન વિશે જાણતી હોય તો બાળકનો શારીરિક કે માનસિક વિકાસ ઓછો થાય કે ધીમો થાય તો તે તરત જ ડૉક્ટરની સલાહ લઈ શકે છે. પ્રી-મૅચ્યોર બાળકની મમ્મી માટે પોતાનાં ઇમોશન્સને સંભાળવાં અઘરાં બની જાય છે એટલે તેને કાઉન્સિલ કરવાની ખાસ જરૂર હોય છે. જન્મતાંની સાથે તેનું બાળક તેનાથી દૂર જતું રહે છે ત્યારે મમ્મી માટે આ સમય સરળ નથી હોતો.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK