કેટલાક સમયથી પૉપ્યુલર થઈ રહેલી માઇક્રોડોઝિંગ એક્સરસાઇઝ વેઇટલૉસની સાથે બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરવાનું કામ પણ કરશે
જિમમાં જવાનો સમય ન હોય તો આ પાંચ મિનિટની કસરત હેલ્ધી રાખશે
હેક્ટિક લાઇફસ્ટાઇલમાં ઑફિસના કામ અને ઘરની જવાબદારીઓમાં જ લોકો એટલા ગૂંચવાઈ જાય છે કે પોતાની હેલ્થ પર ધ્યાન આપી શકતા નથી. જિમ અને યોગ જેવાં સેશન્સ સારાં હોય છે, પણ આ પ્રવૃત્તિ માટે લાંબો સમય આપવો મુશ્કેલ થઈ જતો હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી માઇક્રોડોઝિંગ એક્સરસાઇઝનો કન્સેપ્ટ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ પ્રકારની એક્સરસાઇઝ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એમાં સમયનો બગાડ પણ નહીં થાય અને ટુકડે-ટુકડે કરશો તો પણ શરીર ઍક્ટિવ અને ફિટ રહેશે.
ADVERTISEMENT
સામાન્યપણે આ એક્સરસાઇઝ ઑફિસમાં કે ઘરે ટીવી જોતી વખતે પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ઑફિસમાં લંચ-બ્રેક કે મીટિંગ-બ્રેક મળે ત્યારે ૧૦ પુશ-અપ્સ કરી શકાય અથવા પોતાની ડેસ્ક પર સ્ક્વૉટ્સ કે સ્ટ્રેચિંગ થઈ શકે. આ રીતે ટુકડે-ટુકડે સમય મળે ત્યારે નાની એક્સરસાઇઝ કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે, સુસ્તી ફીલ થતી નથી અને મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા સારી થાય છે.
એક અભ્યાસ અનુસાર હાઈ ઇન્ટેન્સિટીવાળી આ નાની એક્સરસાઇઝ કલાકો સુધી કરેલા વર્કઆઉટ્સની જેમ જ ફિટનેસ માટે ફાયદાકારક નીવડે છે. સરેરાશ ૩થી ૧૦ મિનિટ સુધીની કસરત ૩૦ મિનિટના સેશન જેટલી ઇફેક્ટિવ હોઈ શકે છે. આ પ્રકારની એક્સરસાઇઝ હૃદય અને ફેફસાંની હેલ્થને સારી કરે છે અને બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં લાવે છે. આ પ્રકારની કસરતથી બૉડીમાં થોડું સ્ટ્રેસ પેદા થાય છે જેને લીધે કૅલરી બર્ન થાય છે. ઑફિસમાં દર કલાકે પાંચ મિનિટ ચાલવું, દાદરા ચડવા, ઝડપી ગતિથી ચાલવું, સ્ક્વૉટ્સ અથવા પુશ-અપ્સ કરવા જેવી એક્સરસાઇઝ ફૅટ બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત મસલ્સ ટોન કરવામાં, એનર્જી વધારવામાં અને મૂડ સુધારવામાં પણ સહાયક થાય છે.
આૅફિસમાં દર કલાકે પાંચ મિનિટ ચાલવું, દાદરા ચડવા, ઝડપી ગતિથી ચાલવું, સ્ક્વૉટ્સ અથવા પુશ-અપ્સ કરવા જેવી એક્સરસાઇઝ ફૅટ બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે.


