જો પર્સનલ રિલેશનશિપમાં કોઈ વાત અનુકૂળ ન આવતી હોય તો એ કહેવાની તૈયારી હસબન્ડ કે વાઇફ બન્નેની હોવી જોઈએ, કારણ કે પર્સનલ રિલેશનશિપ એ બે વ્યક્તિની ઇચ્છાઓ પર આધાર રાખે છે
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાંની વાત છે. મૅરેજને ચારેક વર્ષ થયાં હોય એવું એક કપલ મને મળવા આવ્યું. સામાન્ય વાતો થઈ. તેમની એવી કોઈ ખાસ સમસ્યા હતી નહીં એવું મને લાગ્યું, પણ વાત આગળ વધે એ પહેલાં વાઇફે ધીમેકથી કહ્યું કે તેને મારી સાથે એકાંતમાં વાત કરવી છે. સેક્સોલૉજિસ્ટ માટે આ પ્રકારની સિચ્યુએશન એ કંઈ નવી વાત નથી. હસબન્ડ પણ સ્પોર્ટ્સમૅન-સ્પિરિટ ધરાવતો હતો એટલે તે પણ સહજ રીતે જ અમને એકાંત આપીને બહાર ગયો. અલબત્ત, એ પછી જે વાતો થઈ એ વાતો માટે મારે વાઇફને થોડા કડક શબ્દોમાં કહેવું પડ્યું. એ વાતની ચર્ચા પછી કરીએ, અત્યારે વાત કરીએ વાઇફનો જે પ્રશ્ન હતો એની.
હસબન્ડને થોડા સમયથી રોલ-પ્લેની આદત પડી હતી જેના માટે તે વાઇફને સતત ડિમાન્ડ કરતો રહેતો. રોલ-પ્લે જેન-ઝી અને જેન-વાય જનરેશનમાં પૉપ્યુલર થયેલી ઇન્ટિમેટ રિલેશનશિપની થિયરી છે. રોલ-પ્લેમાં બન્ને પાર્ટનર અલગ-અલગ કૅરૅક્ટર પસંદ કરે અને પછી એ કૅરૅક્ટર સાથે સેક્સ વિષયને કોઈ પણ રીતે જોડીને આગળ વધે અને છેક ઇન્ટિમેટ રિલેશન સુધી પહોંચે. રૂટીન અને મૉનોટોની તોડવા માટે આ રોલ-પ્લેની થિયરી અપનાવવામાં આવે છે. રોલ-પ્લે ક્યાંથી અમલમાં મુકાયું એના કોઈ નક્કર પુરાવા નથી, પણ લૅટિન અમેરિકાથી આ રોલ-પ્લે થિયરી સેક્સોલૉજીમાં ઉમેરાઈ.
ADVERTISEMENT
રોલ-પ્લેમાં ચોર-પોલીસથી લઈને ડૉક્ટર-પેશન્ટ, કિંગ-ક્વીન જેવાં અનેક કૅરૅક્ટર્સ પૉપ્યુલર છે. વાઇફને પ્રૉબ્લેમ એ વાતનો હતો કે રોલ-પ્લે કરતી વખતે તેને મળેલા કૅરૅક્ટર મુજબ ડાયલૉગ્સ બોલવા પડતા હતા, જેના માટે તેની માનસિક તૈયારી નહોતી. કપલ એકલું જ રહેતું હતું એટલે ફૅમિલીના અન્ય મેમ્બર્સને એ અવાજ સંભળાય એવો કોઈ ડર નહોતો, પણ વાઇફની આર્ગ્યુમેન્ટ હતી કે ઇન્ટિમેટ રિલેશનશિપ સમયે તેને ચૂપ રહેવું વધારે ગમે છે. તેની મૂંઝવણ ખોટી નહોતી. આ પ્રકારનો સ્વભાવ આપણે ત્યાં ફીમેલમાં બહુ સામાન્ય અને સહજ માનવામાં આવે છે, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે સ્વભાવમાં ચેન્જ લાવવાનું કામ પણ કરવું જોઈએ.
જો પર્સનલ રિલેશનશિપમાં કોઈ વાત અનુકૂળ ન આવતી હોય તો એ કહેવાની તૈયારી હસબન્ડ કે વાઇફ બન્નેની હોવી જોઈએ, કારણ કે પર્સનલ રિલેશનશિપ એ બે વ્યક્તિની ઇચ્છાઓ પર આધાર રાખે છે તો સાથોસાથ પર્સનલ રિલેશનશિપમાં એકબીજા સામે મનની વાત કહેવાની માનસિકતા પણ કેળવવી જોઈએ. વાઇફને મારે એ જ કહેવાનું થયું કે તમે જેટલી સહજતા સાથે મને આ વાત કરી શક્યા એટલી જ સહજતા સાથે તમે તમારા હસબન્ડને પણ આ પ્રશ્ન કહી જ શકો છો. કહેવાનો ભાવાર્થ એ જ કે નવી વાતને સ્વીકારવાની માનસિકતા રાખો અને એ પછી પણ સ્વીકાર ન થઈ શકે તો પાર્ટનરને વાત કરીને એનો રસ્તો કાઢો.

