ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય માટે પાકિસ્તાની નેતાના નિવેદનોએ ચોક્કસપણે બધાને ચોંકાવી દીધા છે, અને નેટીઝન્સ તેમની ટીકા કરી રહ્યા છે. મુફ્તી અબ્દુલ કાવી અભિનેત્રી રાખી સાવંત સાથે લગ્ન કરવા માગતા હતા. આ પહેલી વાર નથી જ્યારે કાવી ચર્ચામાં આવ્યા હોય.
ઐશ્વર્યા રાય અને મુફ્તી અબ્દુલ કાવી (તસવીર: મિડ-ડે)
પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચામાં રહેલ પાકિસ્તાનના ઇસ્લામિક ધર્મગુરુ મુફ્તી અબ્દુલ કાવીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કહીં રહ્યો છે કે જો ઐશ્વર્યા રાય બચ્ચન અને તેના પતિ અભિષેક બચ્ચન અલગ થઈ જાય, તો અભિનેત્રી તેને લગ્નનો પ્રસ્તાવ મોકલશે. તેણે એમ પણ કહ્યું હતું કે પહેલા તે ઐશ્વર્યાનું ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ આયેશા રાય રાખશે. કાવીના આ વીડિયોને જોઈએ તેની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન, કાવી કહે છે કે તેણે સાંભળ્યું છે કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન જીવનમાં સમસ્યાઓ છે, અને તેઓ અલગ થઈ શકે છે. આ વાતથી કાવી પ્રાર્થના કરે છે કે તેઓ અલગ ન થાય, પરંતુ જો તેઓ અલગ થાય, તો ઐશ્વર્યા તેને લગ્નનો પ્રસ્તાવ પણ મોકલશે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે હોસ્ટે કાવીને પૂછે છે કે તેઓ બિન-મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કેવી રીતે કરી શકે છે, ત્યારે મુફ્તીએ રાખી સાવંતનું ઇસ્લામ સ્વીકારી ફાતિમા બનવાનું ઉદાહરણ પણ આપ્યું. પછી જયતે ફરી કાવીને પુછવામાં આવ્યું કે શું તે ઐશ્વર્યાનું ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરશે, ત્યારે તેણે કહ્યું, "બિલકુલ! ઐશ્વર્યા રાય કા ઐસા ખૂબસુરત આયેશા રાય લીખેંગે મજા આજાયેગા."
ADVERTISEMENT
અહીં જુઓ વિવાદાસ્પદ પાક. નેતા કાવીનો વાયરલ નિવેદનનો વીડિયો
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય માટે પાકિસ્તાની ઇસ્લામિક ધર્મગુરુના નિવેદનોએ ચોક્કસપણે બધાને ચોંકાવી દીધા છે, અને નેટીઝન્સ તેમની ટીકા કરી રહ્યા છે. મુફ્તી અબ્દુલ કાવી અભિનેત્રી રાખી સાવંત સાથે લગ્ન કરવા માગતા હતા. આ પહેલી વાર નથી જ્યારે કાવીએ આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. આ વર્ષે, તેણે એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે તે રાખી સાવંત સાથે લગ્ન કરવા માગે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન-અભિષેક બચ્ચન છૂટાછેડાની અફવાઓ વિશે
છેલ્લા કેટલાક સમય, એવા અહેવાલો આવી રહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કોઈ સમસ્યાઓ છે. કેટલાક અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે બન્ને છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે. જોકે, આ દંપતીએ ઘણી વખત સાથે જોવા મળીને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. થોડા મહિના પહેલા અભિષેકે શ્રેષ્ઠ અભિનેતાનો ઍવોર્ડ જીત્યો હતો ત્યારે પણ. તેમણે પોતાના ભાષણમાં ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાનો આભાર માન્યો હતો. આઈ વોન્ટ ટુ ટોક અભિનેતાએ કહ્યું, "ઐશ્વર્યા અને આરાધ્યા, મને બહાર જવા અને મારા સપનાઓને અનુસરવાની મંજૂરી આપવા બદલ આભાર. મને આશા છે કે આ ઍવોર્ડ જીતીને, તેઓ જોશે કે તેમના બલિદાન આજે હું અહીં ઉભો છું તેનું એક મુખ્ય કારણ છે."


