આપણી સોસાયટીમાં એક ભ્રમણા બાંધી લેવામાં આવી છે કે ઇન્ટિમેટ રિલેશન એટલે ‘અંધારાની ક્રિયા’.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
હમણાં એક લેડી મળ્યાં. એજ અંદાજે પાંત્રીસેક વર્ષની. મૅરિડ એવાં આ લેડીને સવાલ પૂછવામાં સહેજ સંકોચ થતો હતો, જે સેક્સોલૉજિસ્ટને ત્યાં નૉર્મલ ઇશ્યુ હોય છે. થોડી આડીઅવળી વાત પછી તેમનો સંકોચ દૂર થયો અને તેમણે પોતાની વાત કરી. તેમની વાત હતી કે પહેલાં હસબન્ડ ઇન્ટિમેટ રિલેશન સમયે લાઇટ્સ ઑફ રાખતા જે તેમને મન સામાન્ય વાત હતી, પણ છેલ્લા થોડા સમયથી હસબન્ડમાં એક ચેન્જ આવ્યો હતો. હવે ઇન્ટિમેટ થવાની થોડી મિનિટો પછી હસબન્ડ રૂમની લાઇટ ચાલુ કરે છે. આવું બે-ત્રણ વખત બન્યું એટલે લેડીએ તેના હસબન્ડને સવાલ કર્યો તો હસબન્ડે જવાબ આપ્યો કે ઇન્ટિમેટ રિલેશનની આ અમૂલ્ય ક્ષણોને તે કાયમ માટે યાદ રાખવા માગે છે એટલે તે લાઇટ ઑન કરે કે કરાવે છે. વાઇફને આ જવાબ ગળે નહોતો ઊતરતો એટલે તેણે સવાલ કર્યો કે આવું કરવા પાછળ સાઇકોલૉજિકલ અને સેક્સોલૉજિકલ કારણ શું?
અહીં સૌથી પહેલાં તો એ ચોખવટ કરવાની કે મનમાંથી એ ભ્રમ કાઢી નાખવો જોઈએ કે બીજા કોઈ તો આવું કરતા નથી. આપણી સોસાયટીમાં એક ભ્રમણા બાંધી લેવામાં આવી છે કે ઇન્ટિમેટ રિલેશન એટલે ‘અંધારાની ક્રિયા’. ફિઝિકલ રિલેશન માટે સોસાયટીની જે મેન્ટાલિટી છે એને લીધે આપણા સુષુપ્ત મનમાં એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે આ સંબંધો માત્ર અંધારામાં જ બંધાય, પણ આ માનસિકતા ખોટી છે.
ADVERTISEMENT
પદ્મશ્રી સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી અને પોતાના વિચારોને લીધે દુનિયાભરમાં પૉપ્યુલર થયેલા ક્રાન્તિકારી ચિંતક ઓશોના કહેવા મુજબ પુરુષની કામોત્તેજના સ્પર્શ કરતાં પણ દૃષ્ટિને લીધે ઝડપથી અને તીવ્રતાથી જાગ્રત થાય છે. ઇન્ટિમેટ રિલેશન સમયે પાર્ટનરના એક્સપ્રેશન અને તેની બ્યુટીને જોવાની પ્રક્રિયા મેલ પાર્ટનર જ નહીં, ફીમેલ પાર્ટનર માટે પણ પાવરફુલ કૅટલિસ્ટનું કામ કરે છે.
સાઇકોલૉજિકલી પુરવાર થયું છે કે અંધારામાં બનતા સંબંધો માત્ર ફિઝિકલ બનીને રહેતા હોય છે, જ્યારે પ્રકાશમાં આંખોથી આંખો મળવાને કારણે બે વ્યક્તિ વચ્ચે અદ્ભુત ઇમોશનલ જોડાણનો અનુભવ થાય છે. એ સાથી પ્રત્યેનો અગાધ પ્રેમ અને સ્વીકાર દર્શાવે છે જે સંબંધને યાંત્રિક બનતા અટકાવે છે.
સંબંધોમાં સૌથી મોટી ચાવી છે પરસ્પર સંમતિ. જો પાર્ટનરમાંથી કોઈને તકલીફ ન હોય, એકમેકને અનુભવી શકાતા હોય અને અન્ય કોઈ પીડા ન થવાની હોય તો આ પ્રકારે લાઇટ સાથે ઇન્ટિમેટ થવું એ વિકૃતિ નથી. ઊલટું આ આત્મીય થવા માટેનો નવો રસ્તો છે. આ પ્રકારના રસ્તાથી ઇન્ટિમેટ રિલેશનમાં નવો રોમાંચ ઉમેરાય છે.
