° °

આજનું ઇ-પેપર
Thursday, 27 January, 2022


અચાનક જ સેક્સમાંથી રસ ઊડી ગયો છે

01 December, 2021 05:22 PM IST | Mumbai | Dr. Mukul Choksi

મને લાગે છે કે ધીમે-ધીમે નપુંસક થઈ રહ્યો છું. હું એ પણ જોઉં છું કે વાઇફ પણ હવે મને બેડ પર અવગણે છે. એને ટચ પણ કરું તો તરત જ મને કહી દે છે કે રહેવા દો, તમારાથી કંઈ થશે નહીં. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪પ વર્ષની છે. હું કૉલેજમાં ભણતો ત્યારથી મને સ્મોકિંગની આદત હતી. વીસેક વર્ષ સ્મોકિંગ કર્યા પછી મેં પાનમસાલા ખાવાના શરૂ કર્યા. મારી આ આદતોના કારણે હવે મને પ્રૉબ્લેમ દેખાવો શરૂ થયો છે. આ પ્રૉબ્લેમ મને મારી સેક્સલાઇફમાં દેખાય છે. કહેવામાં સંકોચ થાય એવો પ્રૉબ્લેમ હું અત્યારે ફેઝ કરું છું. થોડા સમયથી મારી પેનિસ નાની થતી જાય છે. ઉત્થાન બરાબર થયા પછી પણ એ નાની જ દેખાય છે અને એ હવે વાઇફ પણ ફીલ કરે છે. ક્યારેક તો પૂરતી ઉત્તેજના પણ નથી આવતી. છ મહિનાથી ટબૅકો ખાવાનું તો બંધ કર્યું છે, પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ધીમે-ધીમે હવે મારું ઉત્થાન પણ ઓછું થવા માંડ્યું છે. હવે માંડ બે-ચાર ટીપાં સ્પર્મ આવે છે. મને લાગે છે કે ધીમે-ધીમે નપુંસક થઈ રહ્યો છું. હું એ પણ જોઉં છું કે વાઇફ પણ હવે મને બેડ પર અવગણે છે. એને ટચ પણ કરું તો તરત જ મને કહી દે છે કે રહેવા દો, તમારાથી કંઈ થશે નહીં. 
ભાંડુપના રહેવાસી

જુઓ, તમે જે વર્ણન કર્યું છે એ વાંચતાં તમને સૌથી પહેલાં તો એ ઍડ્વાઇઝ આપવાની કે તમારા મનમાં રહેલા તમામ ભ્રમ કાઢી નાખો. તમે અત્યારે ભ્રમથી પીડાઈ રહ્યા છો માટે પહેલી જરૂરિયાત એ છે કે તમે એમાંથી બહાર આવો. સેક્સ અને સાઇકોલૉજી બન્નેને સીધો સંબંધ છે. તમે મનથી શું વિચારો છો અને માનો છો એ સેક્સલાઇફમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. સિગારેટ અને પાનમસાલા ખાવાનું છોડીને તમે બહુ સારું પગલું ભર્યું છે. હવે એ દિશામાં જોતા પણ નહીં અને ધારો કે એનું નામ પણ બોલાઈ જાય તો તરત જ પહેલાં નાહવા જજો. તમારી માટે ટબૅકો એ હવે પાપથી બદતર કંઈ નથી. તમને જે પ્રૉબ્લેમ છે એ પ્રૉબ્લેમને વિડ્રોઅલ સિમ્પ્ટમ્સ કહે છે. ટબૅકો છોડવાના કારણે આવી અસર ઊભી થઈ શકે છે પણ હા, એમ છતાં આવું ધારી લેવાને બદલે તમારે એનું સાચું નિદાન પણ કરવું જોઈએ. તમે મનગમતા પૉર્ન વિડિયો જોઈને મૅસ્ટરબેશન કરો અને રિઝલ્ટ જુઓ. એવું લાગે તો એકાદ-બે વાર વાયેગ્રા લઈને પણ ટ્રાય કરી જુઓ, પણ પહેલી શરત, મનમાંથી ડર કાઢી નાખો.

01 December, 2021 05:22 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

મેનોપોઝને લીધે માસિક અનિયમિત હોય તો પણ પ્રેગન્નસી રહે ખરી?

મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં આવે તો કોઈ વાંધો? મેનોપોઝ આવવું શરૂ થયું હોવાથી હવે પીરિયડ્સમાં તો અનિયમિતતા છે એટલે આઇ-પિલથી ચાલેને?

26 January, 2022 11:39 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

નીપલ્સની આસપાસ વાળ ઊગે છે, જેને લીધે બ્રેસ્ટની બ્યુટી બગડી છે

મને છેલ્લા થોડા સમયથી મારા બ્રેસ્ટ્સની આજુબાજુમાં વાળ ઊગે છે. કૉલેજમાં હતી ત્યારે નીપલ્સ પાસે એકાદ-બે વાળ ઊગ્યા પણ એટલા પાતળા અને ઝીણા હતા કે મેં ઇગ્નૉર કર્યા પણ પછી વધુ દેખાવા લાગ્યા એટલે મેં પ્લકરથી ખેંચવાનું શરૂ કર્યુ.

25 January, 2022 04:39 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

સંસાર છોડવો છે; પણ સેક્સમાં આનંદ પણ મળે છે તો શું કરવું?

આમ તો હું સેક્સનો ભારોભાર નફરત કરું છું, પણ એનાથી દૂર રહી શકતો. મારે શું કરવું એ મને કંઈ સમજાતું નથી. 

24 January, 2022 12:03 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK